Morbi ના જુના ઘૂટું રોડ પર રીક્ષાની ઠોકરે બાઈક સવાર દંપતી-બાળક એમ ત્રણને ઈજા

Morbi,તા.10 જુના ઘૂટું રોડ પરથી બાઈક લઈને દંપતી તેના ૧૪ વર્ષના દીકરા સાથે જતું હતું ત્યારે રીક્ષા ચાલકે બાઈકને ઠોકર મારતા પતિ, પત્ની અને દીકરા એમ ત્રણને ઈજા પહોંચી હતી બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા મુકેશભાઈ સોંડાભાઈ પલાણી (ઉ.વ.૩૬) નામના યુવાને રીક્ષા જીજે ૧૩ એવી ૬૬૫૬ ના […]

Morbi and Tankara માં દારૂ પ્રકરણમાં ખોટા નામથી ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાની ઇસમ ઝડપાયો

Morbi,તા.10 મોરબી સીટી એ ડીવીઝન અને ટંકારા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ ઈંગ્લીશ દારૂના ગુનામાં ગોડાઉન ખોટા નામથી ભાડે રાખનાર રાજસ્થાની ઈસમને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તા. ૨૩ જાન્યુઆરીના રોજ ટંકારાના લજાઈ જીઆઈડીસીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૨૧૪૭ બોટલ સહીત ૧૧.૮૧ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો […]

Morbiના બેલા નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

Morbi,તા.10 બેલા નજીક આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ એજ્લીસ સિરામિકમાં રહીને કામ કરતા નીકાક્ષાબેન શિવમભાઈ ચૌધરી (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ ગત તા. ૦૯ ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા મોરબી […]

ટંકારાના રોહીશાળા-નેકનામ રોડ પર કારમાં દારૂનો જથ્થો લઇ જતા બે ઝડપાયા

Morbi,તા.08 ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂ-બીયર અને કાર સહીત ૭.૩૯ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે કાળા કલરની ક્રેટા કાર નેકનામ જોધપર ગામ તરફથી આવવાની છે જે કારમાં દારૂ […]

મોરબીમાં ધો. ૧૦ વિજ્ઞાન વિષયના પેપરમાં ૨૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

Morbi,તા.08 બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં આજે ધોરણ ૧૦ વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૨૩૨ અને અંગ્રેજી માધ્યમમાં ૦૧ સહીત કુલ ૨૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૨,૮૬૬ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી વ્યાકરણમ (સંસ્કૃત પ્રથમ) વિષયના પેપરમાં તમામ ૨૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે જીલ્લામાં કુલ ૧૨,૮૮૭ વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી અને ૨૩૩ ગેરહાજર […]

Morbiના ટીંબડી ગામની સીમમાં ટ્રક ટ્રેઇલરની ઠોકરે બાઈકચાલક આધેડનું મોત

Morbi,તા.08 Morbiના ટીંબડી ગામની સીમમાં આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું બનાવ મામલે Morbi તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મૂળ અમદાવાદના વતની અને હાલ Morbi તાલુકાના અમરનગર નજીક ક્રેન સર્વિસ ઓફિસમાં કામ કરતા સલમાનખાન સલીમખાન પઠાણ નામના યુવાને […]

મોરબીના ગેસ્ટહાઉસ રોડ પર વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો

Morbi,તા.08 શહેરના ગેસ્ટ હાઉસ રોડ પરથી પોલીસે જાહેરમાં વરલી આંકડા લખી નસીબ આધારિત જુગાર રમતા ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૩૬૦૦ જપ્ત કરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગેસ્ટ હાઉસ રોડ પર ગુલાબ પાન પાસેથી આરોપી રાજેશ ચંદુભાઈ ગણાત્રા (ઉ.વ.૫૩) રહે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાછળ ઋષભનગર વાળાને જાહેરમાં વરલી જુગાર […]

મોરબીના ત્રાજપર ખારીમાં મકાન પાસેથી દારૂની ૫૦ બોટલ સાથે એક ઝડપાયો

Morbi,તા.08 ત્રાજપર ખારીમાં રહેતા ઇસમના મકાન સામેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલના જથ્થા સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-૨ રામકુવા શેરી ત્રાજપર ખારીમાં રહેતા આરોપી નીલેશ ભરત ડાભીના માકન સામે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલ કીમત રૂ […]

વાંકાનેર હાઈવે પર ટ્રક ટ્રેઇલર ટેન્કર સાથે અથડાયા બાદ ડિવાઈડરમાં અથડાયું, ચાલકનું મોત

Morbi,તા.08 વાંકાનેર હાઈવે પર ટ્રક ટ્રેઇલર ટેન્કર સાથે અથડાયા બાદ ડીવાઈડર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ચાલકને ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ઉત્તરપ્રદેશના રહેવાસી અર્જુનકુમાર રાધેશ્યામ પટેલે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ માર્ચના રોજ વહેલી […]

Morbi ના ત્રાજપર ખારીના મકાનના ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Morbi,તા.08 ત્રાજપર વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો જપ્ત કરી બે ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે પેરોલ ફર્લો સ્કવોડ મોરબીની ટીમે બાતમીને આધારે ત્રાજપર ખારીમાં રહેતા આરોપી નરેશ કોળીના મકાનમાં રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનના ફળિયામાંથી દેશી દારૂ ૧૧૭ લીટર કીમત રૂ ૨૩,૪૦૦ નો જથ્થો મળી આવતા દારૂનો […]