Morbiના ટીંબડી ગામની સીમમાં ટ્રક ટ્રેઇલરની ઠોકરે બાઈકચાલક આધેડનું મોત

Share:

Morbi,તા.08

Morbiના ટીંબડી ગામની સીમમાં આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું બનાવ મામલે Morbi તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મૂળ અમદાવાદના વતની અને હાલ Morbi તાલુકાના અમરનગર નજીક ક્રેન સર્વિસ ઓફિસમાં કામ કરતા સલમાનખાન સલીમખાન પઠાણ નામના યુવાને ટ્રક ટ્રેઇલર આરજે ૩૨ જીડી ૯૩૮૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા સલીમખાન ભૂરાખાન પઠાણ પોતાનું બાઈક લઈને ટીંબડી ગામથી Morbi તરફ જતા રોડ પરથી જતા હતા ત્યારે ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈકને હડફેટે લેતા સલીમખાન પઠાણને પગ અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. Morbi તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *