Morbi,તા.10
જુના ઘૂટું રોડ પરથી બાઈક લઈને દંપતી તેના ૧૪ વર્ષના દીકરા સાથે જતું હતું ત્યારે રીક્ષા ચાલકે બાઈકને ઠોકર મારતા પતિ, પત્ની અને દીકરા એમ ત્રણને ઈજા પહોંચી હતી બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે
મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા મુકેશભાઈ સોંડાભાઈ પલાણી (ઉ.વ.૩૬) નામના યુવાને રીક્ષા જીજે ૧૩ એવી ૬૬૫૬ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ ના રોજ ફરિયાદી મુકેશભાઈ, તેની પત્ની સોનલબેન અને દીકરો જીગર એમ ત્રણેય હોન્ડા લઈને મોરબી તેના ઘરેથી ચૂલી ગામ સંબંધીના ઘરે પ્રસંગમાં જતા હતા ત્યારે જુના ઘૂટું રોડ પર પહોંચતા ઓટો રીક્ષા ચાલકે બાઈકને સાઈડમાં ઠોકર મારી હતી જેથી બાઈક સવાર ફરિયાદી મુકેશભાઈ, તેનો દીકરો જીગર અને પત્ની સોનલબેન પડી જતા ઈજા પહોચી હતી મોરબી તાલુકા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે