Morbi,તા.08
શહેરના ગેસ્ટ હાઉસ રોડ પરથી પોલીસે જાહેરમાં વરલી આંકડા લખી નસીબ આધારિત જુગાર રમતા ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૩૬૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગેસ્ટ હાઉસ રોડ પર ગુલાબ પાન પાસેથી આરોપી રાજેશ ચંદુભાઈ ગણાત્રા (ઉ.વ.૫૩) રહે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાછળ ઋષભનગર વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૩૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે