ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, કાયદામંત્રી ઋષીકેશભાઈ , બીસીઆઈના ચેરમેન મનનકુમાર મિશ્રા સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
Gandhinagar,તા.07
ગાંધીનગરમાં રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ છે. જેમાં રાજકોટથી 5 બસો અને વાહનોમાં ધારાશાસ્ત્રીઓ ગાંધીનગર જશે. કાર્યક્રમને લઈ નવનિયુક્ત એડવોકેટ્સમાં ઉત્સાહ છવાયો છે. આ તરફ રાજકોટ બાર એસો. અને ભાજપ લીગલ સેલ દ્વારા તડામાર તૈયારીઓ થઈ છે. નામ નોંધાવવામાં બાકી રહી ગયેલ વકીલો લાઈબ્રેરી ખાતે નોંધણી કરાવે તેવો અનુરોધ કરાયો છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કાયદામંત્રી ઋષીકેશભાઈ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને રાજ્યસભાના મેમ્બર મનનકુમાર મિશ્રા તેમજ સોલિસિટર જનરલ તુષારભાઈ મહેતા, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહેશે અને છેલ્લા પાંચ વર્ષમાં એનરોલ્ડ થયેલા નવનિયુક્ત વકીલોને શપથ લેવડાવશે. તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ અને પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયા મેમ્બર દિલીપભાઈ પટેલ અને રાજકોટના આગેવાન વકીલોએ જણાવ્યું છે. નવ નિયુક્ત વકીલોમાં કાર્યક્રમમાં જવા માટે થનગનાટ અને અનેરો ઉત્સાહ છવાયો છે. દરેક જિલ્લામાંથી વકીલો દ્વારા બસો અને વાહનોમાં કાર્યક્રમ સ્થળે જવાની તૈયારી થઈ ગયેલ છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લાના બાર એસોસીયેશનના પ્રમુખ પરેશભાઈ મારૂ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર અને રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિત વોરા, દીલીપભાઈ મહેતા અને ભાજપ લીગલ સેલના કન્વીનર પિયુષભાઈ શાહ, સહ કન્વીનર કમલેશભાઈ ડોડીયા દ્વારા કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યા થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આ