અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) શબ્દ કાને પડતાં કે વાંચતાં આપણા મનમાં ચેટજીપીટી કે ગૂગલ જેમિની, મેટા એઆઇ વગેરેનો જ વિચાર આવે. આ બધી સર્વિસ કે ટૂલ્સ મુખ્યત્વે કન્વર્સેશનલ એઆઇ છે, એટલે કે આપણે તેની સાથે – ખરા અર્થમાં – વાતવાતમાં ઘણાં કામ કરાવી શકીએ છીએ. આ પ્રકારની એઆઇ ચોક્કસપણે પાવરફુલ અને ઉપયોગી છે, પરંતુ એઆઇ એટલી સીમિત નથી.
જેમ કે કોઈ ફોટોગ્રાફ કે વીડિયોમાં શું છે એ જાણવામાં પણ એઆઇ ગજબની પાવરફુલ છે. અત્યારે બહુ ગાજેલી એઆઇ કરતાં, ઘણા વધુ સમય પહેલાંથી આ એઆઇ આપણી મદદ કરી રહી છે. તમે ગૂગલ કે એપલની ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હશો આ પ્રકારની એઆઇની રોજેરોજ મજા માણતા હશો!
એ જ ટેક્નોલોજી હવે જરા જુદા પ્રકારનાં સ્ટાર્ટઅપ્સ માટે પણ બહુ મોટો આધાર બની રહી છે.
બે ત્રણ દિવસ પછી હોળી-ધૂળેટી છે. તમે તમારી સોસાયટીમાં કે ફ્રેન્ડઝ ગ્રૂપમાં, ખાસ કરીને ધૂળેટીના સેલિબ્રેશનનું પ્લાનિંગ કરી લીધું હશે. કોર્પોરેટ કંપનીઓ અને સ્કૂલ-કોલેજમાં મૂળ તહેવારની રજા પહેલાં ધૂળેટીના સેલિબ્રેશનનું પ્લાનિંગ હશે.
હવે આપણા સૌના હાથમાં સ્માર્ટફોન છે એટલે ધૂળેટીની ઉજવણી દરમિયાન સ્માર્ટફોન સાચવવાની ચિંતા બાજુએ મૂકીને પણ, આપણે ખરા અર્થમાં રંગભરી યાદગીરીઓ સાચવી લેવા માટે ફટાફટ ફોટોગ્રાફ્સ લેતા રહીએ છીએ. હવે માની લો કે કોઈ કંપનીએ ઇન-હાઉસ સેલિબ્રેશનની યાદગીરી કેપ્ચર કરવા માટે પ્રોફેશનલ ફોટોગ્રાફરને હાયર કર્યા છે. તેણે સેલિબ્રેશનના અનેક ફોટોગ્રાફ ક્લિક કર્યા.
ફોટોગ્રાફર તેણે લીધેલા આ બધા ફોટોગ્રાફ્સ કંપનીને સબમિટ કરશે. કંપની આ ફોટોગ્રાફ્સ તેના તમામ એમ્પ્લોઇ સાથે શેર કરશે. પરંતુ મેરેજના આલ્બમમાં બને છે, તેમ મોટા ભાગે દરેક એમ્પ્લોઇને તેના પોતાના ફોટોગ્રાફ જોવામાં વધુ રસ હોય (કે પછી અમુક ખાસ વ્યક્તિના, પણ છાનીછૂપી રીતે!).
જો કંપનીનું એચઆર ડિપાર્ટમેન્ટ દરેકેદરેક એમ્પ્લોઇના ફોટોગ્રાફ અલગ અલગ તારવીને તેમને મોકલી આપે તો વાત જરા વધુ સ્પેશિયલ બને.
હવે કલ્પનામાં થોડા વધુ રંગ ઉમેરીએ. એંગેજમેન્ટ કે મેરેજ, બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશનથી લઇને કોલેજોના પદવીદાન સમારંભ કે નવરાત્રિ સેલિબ્રેશન, મહારક્તદાન શિબિર અથવા મેરેથોન જેવી ઇવેન્ટ વખતે આયોજકો તરફથી બહુ મોટા પ્રમાણમાં ફોટોગ્રાફ લેવામાં આવતા હોય છે. આવે વખતે પણ ફોટોગ્રાફમાં દેખાઈ રહેલી જે તે વ્યક્તિના ફોટોગ્રાફ તારવીને ફક્ત એ જ ફોટોગ્રાફ્સ તેને મોકલવામાં આવે તો અન્ય લોકોની પ્રાઇવસી પણ જળવાય અને જે તે વ્યક્તિને પોતાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી હોવાનો અનુભવ પણ થાય.
આ વિચાર સરસ છે, પરંતુ તેનો અમલ મુશ્કેલ છે.
પર્સનલાઇઝ્ડ, પણ મુશ્કેલ ફોટો શેરિંગ
તમે તમારા પોતાના પરિવારમાં લગ્ન જેવા કોઈ પ્રસંગે ફોટોગ્રાફર તરફથી મળેલા અનેક ફોટોગ્રાફમાંથી દરેક સ્વજન કે સંબંધીને તેમના ફોટોગ્રાફ મોકલવાની મહેનત કરી હશે તો તમને પૂરેપૂરો ખ્યાલ હશે કે આ બહુ કડાકૂટભર્યું કામ છે.
જો તમે ગૂગલ ફોટોઝ કે એપલ ફોટોઝ જેવી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનો લાભ લેતા હો તો તેમાં ફેસ રેકગ્નિશન ટેકનોલોજીના આધારે વિવિધ ફોટોગ્રાફ્સમાં દેખાતી દરેક વ્યકિતના આપોઆપ અલગ અલગ આલ્બમ ક્રિએટ કરવાની સગવડ હોય છે. આપણે તેની મદદ લઇએ તો કામ થોડું સહેલું બને (કોઈ પ્રસંગમાં હાજર દરેક વ્યક્તિએ લીધેલા ફોટોગ્રાફ્સ એક શેર્ડ આલબમમાં સૌ ઉમેરે એવી સગવડ પણ હોય છે. આપણે ટેક્નોવર્લ્ડમાં એ વિશે વાત કરી ગયા છીએ).
પરંતુ વાત જ્યારે કોઈ મોટી કંપની તરફથી યોજાયેલી મોટી ઇવેન્ટની હોય ત્યારે તેમાં વ્યક્તિગત ફોટો શેરિંગ કંપનીની ઇમેજ બિલ્ડ કરવા માટે તથા બ્રાન્ડ બિલ્ડિંગ માટે પણ મહત્ત્વની બની જાય.
ઇઝી, સ્માર્ટ ફોટો શેરિંગ
ઘણી કંપનીઓને આ જ વાતમાં સ્ટાર્ટઅપનો આઇડિયા દેખાયો છે. ભારતમાં અને વિશ્વમાં એવાં ઘણાં સ્ટાર્ટઅપ્સ શરૂ થયાં છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી ફોટોગ્રાફમાં ફેસ રેકગ્નિશન ટેકનોલોજી કામે લગાડે છે અને પછી વ્યક્તિગત રીતે જે તે વ્યક્તિ સાથે ફોટોગ્રાફનું શેરિંગ સહેલું બનાવે છે. આવાં સ્ટાર્ટઅપ મોટા ભાગે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પાસેથી ચાર્જ લે છે. જેમની સાથે વ્યક્તિગત ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવે તેમને માટે સર્વિસ ફ્રી હોય છે.
આપણો પોતાનો પારિવારિક પ્રસંગ હોય, આમંત્રિત મહેમાનો સૌ આપણા નજીકના જ લોકો હોય ત્યારે દરેક વ્યક્તિના ફોટોગ્રાફ જોઈ તપાસીને તેમના અલગ અલગ આલ્બમ બનાવવાનું કામ કંટાળાજનક ન લાગે. પૂરતો સમય હોય તો આ કામ આનંદભર્યું પણ બને. પરંતુ મેગા ઇવેન્ટ યોજનારી કંપનીઓ માટે પર્સનાલાઇઝ્ડ ફોટો શેરિંગ ઇમોશન્સ કરતાં પ્રમોશનલ વેલ્યૂ ધરાવતી બાબત છે. આથી એમને આ કામ બને એટલું ઓછી મહેનતથી, ઝડપથી અને અસરકારક રીતે કરવામાં વધુ રસ હોય.
ભારતમાં અત્યારે મેમ્ઝો (memzo.ai/), ક્વિકપિક (kwikpic.in) વગેરે જેવી કંપની એઆઇ-બેઝ્ડ ફોટો શેરિંગના ફિલ્ડમાં ઝડપથી આગળ વધી રહી છે.

ભારતમાં અત્યારે મેમ્ઝો (memzo.ai/), ક્વિકપિક (kwikpic.in) વગેરે જેવી કંપની એઆઇ-બેઝ્ડ ફોટો શેરિંગના ફિલ્ડમાં ઝડપથી આગળ વધી રહી છે
બધી બાબતોની જેમ એઆઇ અને ફેસ રેકગ્નિશન આધારિત ફોટો શેરિંગના લાભ-ગેરલાભ બંને છે.
પહેલાં લાભ તપાસીએ તો
આવી સર્વિસમાં ફોટોગ્રાફ અપલોડ કરવા તથા મુખ્ય ફોલ્ડરની લિંક શેર કરવાથી વિશેષ કોઈ કસરત કરવાની રહેતી નથી. યોગ્ય રીતે ડિઝાઇન થયેલી અમુક સર્વિસમાં એઆઇની મદદથી અયોગ્ય કે ક્ષોભજનક ફોટોગ્રાફ્સ આપોઆપ તારવીને દૂર કરવામાં આવે છે.
જે તે સર્વિસના પ્લાન મુજબ ફોટોગ્રાફની ગુણવત્તામાં કોઈ બાંધછોડ વગર એમને ક્લાઉડમાં સ્ટોર કરી શકાય છે.
ઇવેન્ટમાં સામેલ લોકો બહુ સહેલાઈથી તેમના ફોટોગ્રાફ અલગ તારવી શકે છે.
અમુક સર્વિસ યૂઝરને પણ જે તે ઇવેન્ટના પોતે લીધેલા ફોટોગ્રાફ અપલોડ કરવાની સગવડ આપે છે. તેમ કેટલીક સર્વિસમાં ફોટોગ્રાફ્સના આલબમની ડિજિટલ ફ્લિપબુક બનાવવાની પણ સગવડ હોય છે. આ પ્રકારની સર્વિસ સ્કૂલ, કોલેજ અને કોર્પોરેટ્સ ઉપરાંત ફોટોગ્રાફર, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તથા વેડિંગ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરમાં હવે ખાસ્સી લોકપ્રિય થતી જાય છે.
પહેલી ચિંતા પ્રાઇવસીની હોઈ શકે. પરંતુ આપણે મોટી ઇવેન્ટમાં ભાગ લઇએ અને તેની ફોટોગ્રાફી થતી હોય તો તેમાં પ્રાઇવસી પર કોઈ રીતે અંકુશ રહેતો નથી.
ઇવેન્ટના તમામ ફોટોગ્રાફ ક્લાઉડમાં સ્ટોર થાય છે. જે તે સર્વિસ તેની સિક્યોરિટી જાળવી ન શકે તો આપણા ફોટોઝ ડાર્કવેબ સુધી પહોંચી શકે. જો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ઇચ્છે તો ઇવેન્ટના ફોટોગ્રાફ વેચી શકે આથી આપણે પોતાના જ ફોટોગ્રાફ્સ મેળવવા માટે કિમત ચૂકવવી પડે!
આવી સર્વિસ તેને મળેલા અઢળક ફોટોગ્રાફ્સમાંથી ૯૦-૯૫ ટકા જેવી ચોક્સાઇથી, સેલ્ફી પરથી
જે તે વ્યક્તિના તમામ ફોટોગ્રાફ તારવી આપે છે, જોકે ધૂળેટીના ફોટોગ્રાફ્સમાં તે ગોટે ચઢે એવી પૂરી શક્યતા!
મોટા પાયા પરનાં વેડિંગ, ,સ્કૂલ-કોલેજનાં ફંકશન કે કોર્પોરેટ ઇવેન્ટના આયોજક આવી સર્વિસમાં પોતાનું એકાઉન્ટ ઓપન કરે છે. જે તે સર્વિસના પ્લાન મુજબ તેઓ નિશ્ચિત ઇવેન્ટનું ફોલ્ડર બનાવે છે.
ઇવેન્ટ પૂરી થયા પછી તેના તમામ ફોટોગ્રાફ આ ફોલ્ડરમાં અપલોડ કરવામાં આવે છે, ફોટોઝ ક્લાઉડમાં રહે છે. ઇવેન્ટમાં ભાગ લેનાર સૌને તેની એક ખાસ લિંક મોકલવામાં આવે છે ફોટોગ્રાફ સચવાઈ રહે છે.
જે વ્યક્તિને માત્ર પોતાના ફોટોગ્રાફ મેળવવામાં રસ હોય તે પોતાની સેલ્ફી લઇને જે તે સર્વિસમાં અપલોડ કરે છે. ફેસ રેકગ્નિશન કામે લાગે છે. ગેસ્ટની સેલ્ફી સાથે મેચ થતા બધા ફોટોઝ તારવી આપવામાં આવે છે.
ગેસ્ટ ઇચ્છે તો આ ફોટોગ્રાફ ડાઉનલોડ કરી અન્યો સાથે શેર કરી શકે છે. અમુક સર્વિસમાં ઇવેન્ટના તમામ ફોટો જોવાનો ઓપ્શન હોય, અથવા અન્યોની પ્રાઇવસી જાળવવા માત્ર પોતાના ફોટો જોવાની પરમિશન હોય.