Mumbai, તા. 4
શેરબજારમાં જે રીતે કડાકા બોલી રહ્યા છે તેમાં સામાન્ય રોકાણકારોની સાથે એલઆઇસી જેવા મોટા રોકાણકારને પણ જબરી ખોટ સહન કરવી પડી રહી છે. 2025માં પ્રથમ બે મહિનામાં એલઆઇસીના પોર્ટફોલિયામાં 1.5 લાખ કરોડ ઘટયા છે.
એલઆઇસીનું રોકાણ 2024ના અંતે 14.9 લાખ કરોડ હતું તે ઘટીને હવે 13.4 લાખ કરોડ થઇ ગયું છે. એલઆઇસીએ જે રીતે હેવીવેઇટમાં રોકાણ કર્યુ હતું તેમાં તેને સૌથી મોટુ નુકસાન થયું છે.
જેમાં આઇટીસીમાં એલઆઇસીએ રૂા. 17 હજાર કરોડ ગુમાવ્યા છે. ટીસીએસ અને ઇન્ફોર્સીસમાં રિલાયન્સ એ 10,509 કરોડ અને 7,640 અનુક્રમે ગુમાવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંકમાં પણ બેંકે રૂા. 8,568 કરોડ અને રૂા. 3,179 કરોડ અનુક્રમે મૂડી ગુમાવી છે.
એલઆઇસીએ અત્યાર સુધીમાં 310 કંપનીઓમાં જે રોકાણ કર્યુ છે તેમાં સતત કડાકા થઇ રહ્યા છે.