Iran ૨ વર્ષ પછી અચાનક ગૂગલ પ્લે અને વોટ્‌સએપ પરથી હટાવ્યો પ્રતિબંધ

Share:

Iran,તા.૨૬

ઈરાને લગભગ બે વર્ષ બાદ અચાનક પોતાના દેશમાં ગૂગલ પ્લે અને વોટ્‌સએપ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. તમને જણાવી દઈએ કે ઈરાન સરકારેે આની જાહેરાત કરી અને કહ્યું કે તેણે બે વર્ષથી વધુ સમય પછી ’વોટ્‌સએપ’ અને ’ગુગલ પ્લે’ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.એવું જણાવવામાં આવ્યું હતું કે દેશની ’સુપ્રીમ કાઉન્સિલ ઑફ સાયબરસ્પેસ’ એ રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો.

રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાનો સંકલ્પ કર્યો છે. ઈરાનના સંચાર મંત્રી સત્તાર હાશેમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં. ઘણા લોકોએ રાજધાની તેહરાન અને અન્ય શહેરોમાં ધ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે તેઓ કમ્પ્યુટર પર ઉપરોક્ત બે સેવાઓનો લાભ લેવા સક્ષમ છે પરંતુ હજી પણ મોબાઇલ ફોન પર સેવા શરૂ કરવામાં અસમર્થ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *