Mumbai તા.૧૧
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ઘણા સમયથી છૂટાછેડાના અહેવાલો આવી રહ્યા છે અને થોડા દિવસો પહેલા જ ક્રિકેટરે બંન્ને અલગ થવાની પુષ્ટિ પણ કરી હતી. તે દરમિયાન ધનશ્રી વર્માએ તેના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલના ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધા હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી તેના એકાઉન્ટ પર ફરીથી ફોટા દેખાવા લાગ્યા છે. તેની તસવીરો જોઈને નેટીઝન્સે કહ્યું, ‘બીજી યુવતી સાથે જોઈને તેને જલન થઈ રહ્યું છે.’ ધનશ્રી વર્માએ તેના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર રિસ્ટોર કર્યા? ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સ્ટાર ક્રિકેટર દુબઈમાંચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ સાથે ફરતો જોવા મળ્યો હતો.ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ટુંક સમયમાં કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લેવાનો છે. ધનશ્રીના વકીલે જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હવે છૂટાછેડા પહેલા જ યુઝવેન્દ્ર ચહલ આરજે મહવાશ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતો જોવા મળ્યો હતો. ભારત – ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ દરમિયાન બંને સાથે જોવામાં મળ્યા હતા. અને આ દરમિયાન બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. યુઝવેન્દ્ર અને આરજે મહવશની તસવીરો વાયરલ થયા પછી ધનશ્રી વર્મા ફરી એકવાર તેના અલગ થયેલા પતિ સાથેની જૂની તસવીરો ફરી રિસ્ટોર કરતાં વિવિધ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. મીડિયા રિપોર્ટના દાવા પ્રમાણે, ધનશ્રી વર્માએ અગાઉ ડિલીટ કરેલા ફોટા અનઆર્કાઇવ કર્યા છે. ધનશ્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો, યુઝવેન્દ્ર ચહલ સાથેની તેની છેલ્લી પોસ્ટ ગયા વર્ષે તેના જન્મદિવસ પર શેર કરવામાં આવી હતી. અને જો તમે નીચે સ્ક્રોલ કરશો, તો તમને તે બંનેના કેટલાક વધુ ફોટા મળશે. જેવા સમાચાર આવ્યા કે, ધનશ્રીએ તેના પૂર્વ પતિના ફોટા ઇન્સ્ટાગ્રામ ફરી રિસ્ટોર કર્યા છે. નેટીઝન્સનો દાવો છે કે યુવી અને આરજે માહવાશ વચ્ચેના સંબંધોને કારણે લોકોનું ધ્યાન ખેંચાયું. એક યુઝરે લખ્યું, ‘શું આ ગઈકાલના નાટકને કારણે છે?’ બીજા યુઝરે લખ્યું છે કે, ‘તે ઈર્ષ્યા કરે છે કારણ કે યુજી બીજી છોકરી સાથે મજા કરી રહ્યો હતો’ ત્રીજા યુઝરે હાઇલાઇટ કર્યું, ‘છૂટાછેડા થઈ ગયા છે, એટલે આ મૂર્ખતા બતાવવાનું બંધ કરો.’ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ થોડા સમય માટે ડેટિંગ કર્યા બાદ વર્ષ ૨૦૨૦ માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઘણા મોટા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે મતભેદ થતા તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ૧ વર્ષથી અલગ રહેતા હતા, પરંતુ હવે તેમણે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો છે. ધનશ્રીના વકીલે કહ્યું કે, બંનેએ સુસંગતતાના અભાવે આ નિર્ણય પર પહોંચ્યા છે.