Vadodara માં સગીરવયની કન્યાનું અપહરણ કરી દેહ સબંધ બાંધ્યાની ફરિયાદ

Vadodara,તા.11 વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંતરિયાળ ગામની સગીર કન્યાને ખત્રીપુરાનો યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું. અને અવારનવાર દેહ સબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના એક ગામમાં રહેતી જમુના (નામ બદલ્યું છે) પોતાના ગામમાં જતી ત્યારે વર્ષ 2024ના જાન્યુઆરી માસથી તેનો પીછો લતીપુર રોડ પર આવેલા ખત્રીપુરા ગામનો અમિત […]

Porbandar:વિશાળ કદની શીપે ઠોકર મારતા ફિશિંગ બોટ ડૂબી

Porbandar,તા.11 અરબી સમુદ્રમાં દીવના વણાંકબારાથી 70 કિ.મી. એક અજાણી મોટી શીપે ફિશિંગ બોટને ઠોકર મારી નાસી છૂટતા બોટ પાણીમાં ડૂબી ગઇ હતી અને બોટમાં રબેલા 8 ખલાસીઓ પૈકી એક ખલાસીનું ડૂબી જતા મોત થયું છે, અન્ય ચાર ખલાસી સમુદ્રમાં લાપતા થયા શોધખોળ હાથ ધરાઇ છે. જ્યારે ૩ ખલાસીને અન્ય બોટે આવી બચાવી લીધા હતા. મૂળ […]

Jasdan:વૃધ્ધ પિતાને બીજા લગ્ન કરવા હતા, પુત્રએ ના પાડી તો ગોળી ધરબી દીધી

Jasdan,તા.11 જસદણના શક્તિ મોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવી અગ્રણીની તેના જ 80 વર્ષિય પિતા દ્વારા હત્યા નિપજાવવાના બનાવમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના સસરાને બીજા લગ્ન કરવા હતા પણ પરિવારના સભ્યો ના પાડતા હતા. તેનો ખાર રાખી તેમણે ફાયરીંગ કરી તેમના પતિની હત્યા નિપજાવી છે. જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા જયાબેન પ્રતાપભાઈ બોરીચા (ઉ.વ. […]

સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી રાજકોટ અને ભૂજમાં નોંધાઈ

Rajkot,તા.11 દેશના રાષ્ટ્રીય મૌસમ વિજ્ઞાાન વિભાગે આજે રાત્રે જાહેર કર્યા મૂજબ આજે સમગ્ર દેશમાં ભૂજ ખાતે સૌથી વધારે ૪૨ સે. તાપમાન નોંધાયું છે જ્યારે ગઈકાલે રવિવારે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૧ સે. નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત વર્ષે રાજકોટ,ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું છે. રાજકોટ આજુબાજુ કોઈ રણપ્રદેશ નથી […]

Rajkot યાર્ડમાં 1250 વાહનોમાં 2,38,500 મણ જણસીના ઢગલા

Rajkot,તા.11 ગુજરાતમાં આ વર્ષે ઘંઉ,મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં ખિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં 1250 વાહનોની લાંબી કતારો લાગી હતી અને યાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા.  આજે એક જ દિવસમાં યાર્ડમાં 80,000 મણ […]

Bhavnagar :ગ્રામ્ય પંથકમાં 78.6 % પુરૂષો, 21.4 % સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરે છે

Bhavnagar,તા.11 હાલનો જમાનો ડિજિટલ બન્યો છે. શહેરી વિસ્તારમાં નાણાંકીય વ્યવહાર મોટો વર્ગ ઓનલાઇનના માધ્યમથી કરી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં તેનું પરિવર્તન કેટલું થયું છે જે અંગે મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના એક વિદ્યાર્થીએ વિશ્લેષણાત્મક સંશોધન રજૂ કર્યું છે જેમાં ૭૮.૬ ટકા પુરૂષો અને ૨૧.૪ ટકા સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગ સેવાનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી […]

Bhavnagar :પાલિતાણા પંથકની સગીરા સાથે પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

Bhavnagar,તા.11 પાલિતાણા પંથકની ૧૫ વર્ષિય સગીરાના પ્રેમીએ તેમનો પ્રેમસંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી સગીરા સાથે આજથી ચાર માસ પૂર્વે દુષ્કર્મ આચર્યાંની પોલીસ ફરિયાદ સગીરાની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પાલિતાણા પંથકની એક ૧૫ વર્ષિય સગીરા નિકુંજ મંગાભાઈ વાળા (રહે.ગાધકડા, તા. સાવરકુંડલા, જી.અમરેલી) નામના શખ્સ સાથે પ્રેમમાં હતી. આ […]

Rishabh Pant ની બહેનના લગ્ન: રોહિત, વિરાટ અને ધોની મહેમાન બને તેવી શક્યતા

New Delhi,તા.11 ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર ઋષભ પંતના ઘરે ટૂંક સમયમાં લગ્નની શરણાઈ વાગશે. પંતની બહેન સાક્ષી પંતના લગ્ન થવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે ટીમ ઈન્ડિયાના તમામ દિગ્ગજો હાજરી આપે તેવી અપેક્ષા છે. લગ્નની વિધિ મંગળવાર અને બુધવારે મસૂરીના એક સીક્રેટ લોકેશન પર થશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી […]

‘Zelensky એ ટ્રમ્પને પત્ર મોકલ્યો, ઓવલની ઘટના અંગે માફી માગી

Washington,તા.11 થોડા દિવસે પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે અમેરિકામાં મુલાકાત થઈ હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થવાની ઘટના વિશ્વભરમાં ચર્ચાઈ હતી. ટ્રમ્પ-ઝેલેન્સ્કીની રકઝકે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું અને આ વિવાદ મુદ્દે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે દાવો કર્યો છે કે, ‘ઝેલેન્સ્કીએ ટ્રમ્પ […]

‘ધૂળેટીના રંગોથી સમસ્યા હોય તો પુરુષો હિજાબ પહેરીને બહાર નીકળો’, યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

Uttar Pradesh,તા.11 ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી રઘુરાજ સિંહે અલીગઢમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધૂળેટીના રંગોને કારણે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે પુરુષોએ હિજાબ પહેરવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જેમ મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે તેવી જ રીતે પુરુષોએ પણ હિજાબ પહેરવો જોઈએ. હિજાબ પહેરો જેથી […]