Vadodara,તા.11
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંતરિયાળ ગામની સગીર કન્યાને ખત્રીપુરાનો યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું. અને અવારનવાર દેહ સબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના એક ગામમાં રહેતી જમુના (નામ બદલ્યું છે) પોતાના ગામમાં જતી ત્યારે વર્ષ 2024ના જાન્યુઆરી માસથી તેનો પીછો લતીપુર રોડ પર આવેલા ખત્રીપુરા ગામનો અમિત રાજેશ સોલંકી કરતો હતો. બાદ તેણે સંપર્ક વધાર્યો હતો અને જમુનાને ભોળવી મળવા બોલાવતો હતો. બાદ તેને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને અવારનવાર તેની સાથે દેહસંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હોવાથી જમુનાના માતા-પિતાએ પાદરા પોલીસ મથકમાં અમિત સામે ફરિયાદ નોંધાવી હતી.