Rajkotમાં મહાનગરપાલિકાએ શહેરીજનો પર ફાયર ટેક્સ લગાવ્યો

Share:

Rajkotતા.૩૧

રાજકોટમાં મહાનગરપાલિકાએ શહેરીજનો પર ફાયર ટેક્સ લગાવ્યો છે. સ્ટ્રીટલાઈટ, પાણી, મકાન, રસ્તા વગેરે પર લાદવામાં આવેલા કર બાદ ફાયર ટેક્સ પણ પ્રજાએ ભરવો પડશે. ચૂંટણીના વર્ષમાં પણ વેરા વધારાની દરખાસ્ત કરાતા પ્રજાનું ખિસ્સાનું ભારણ વધશે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ તંત્ર સફાળું જાગ્યું છે. રહેણાંકો માટે રૂપિયા ૧૫ અને કોમર્શિયલ ઉપયોગ પર રૂપિયા ૨૫ ફાયર ટેક્સ લગાવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂપિયા ૩૧૧૨.૨૯ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

કમિશ્નર દ્વારા નવા વેરામાં રૂપિયા ૧૫૦ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે, જેમાં નવો ફાયર ટેકસ, ડોર ટુ ડોર ટેકસમાં પણ વધારો કરવાનું સૂચન કર્યુ છે. કાર્પેટ એરિયા ટેકસમાં સુધારો કરવામાં આવ્યો છે. મનપા દ્વારા લાદવામાં આવેલા કરવેરાથી નગરજનોને મિલકત વેરામાં પણ બોજો આવશે. ૭૦૦ કરોડથી વધુ જમીન વેચાણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *