૧૨૦ કમાન્ડો સિરિયામાં ઘૂસ્યા અને Underground Missile ફેક્ટરી તબાહ કરી

Share:

ઈઝરાયલે ઈરાનની મદદથી સીરિયામાં જમીનની નીચે ચાલી રહેલી મિસાઈલ ફેક્ટરીને પણ નષ્ટ કરી હતી

Syria, તા.૩

ઈઝરાયલની સેનાએ સીરિયામાં એક સિક્રેટ મિશન અંગે મોટો ખુલાસો કર્યો છે. આઈડીએફે (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) જણાવ્યું કે, ઈઝરાયલના ૧૨૦ કમાન્ડોએ સીરિયામાં તબાહી મચાવી હતી. ઈરાનની મદદથી સીરિયામાં જમીનની નીચે ચાલી રહેલી મિસાઈલ ફેક્ટરીને પણ નષ્ટ કરી હતી.

ઈઝારયલે આ સિક્રેટ મિશનને ૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અંજામ આપ્યો હતો. તેની જાહેરાત હવે કરી છે. ઈઝરાયલે આ સિક્રેટ મિશનને ‘ઓપરેશન મેની વેઝ’ નામ આપ્યું હતું. જેને ઈઝરાયલની ઘાતકી સેના શાલડાગ યુનિટે માત્ર ૩ કલાકમાં અંજામ આપ્યો હતો.

ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે, ઈરાનની આ મિસાઈલ ફેક્ટરી સીરિયાના મસયફ વિસ્તારમાં જમીનના ૭૦થી ૧૩૦ મીટર નીચે અંડરગ્રાઉન્ડમાં કાર્યરત હતી. જ્યાં ઘાતકી મિસાઈલોનું નિર્માણ થઈ રહ્યું હતું. જેનો લેબનોનમાં હિઝબુલ્લાહ અને બશર-અલ-અસદન સેનાને સપ્લાય થતો હતો. આ ફેક્ટરીને નષ્ટ કરવામાં આવી હતી.

ઈઝરાયલની સેનાના કમાન્ડોએ આ સિક્રેટ મિશનને સીરિયાની ૨૦૦ કિમી રેન્જમાં ઘૂસીને અંજામ આપ્યો હતો. સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ તેને અટકાવવામાં નિષ્ફળ રહી હતી. આ મિશનમાં ઈઝરાયલની સેનાને કોઈ નુકસાન થયુ ન હતું.

ઈઝરાયલે જણાવ્યું કે, આઈડીએફના એક હવાઈ હુમલામાં ઈરાને રોકેટ બનાવતી ફેક્ટરીને નષ્ટ કરી હતી. ત્યારબાદ ઈરાને ૨૦૧૭માં પહાડની નીચે મિસાઈલ ફેક્ટરી શરૂ કરી હતી. આ ફેક્ટરી જમીનની અંદર ૭૦થી ૧૩૦ મીટર નીચે હતી. જેમાં ૧૬ રૂમ બનાવવામાં આવ્યા હતા. ત્યાં દરવર્ષે ૧૦૦થી ૩૦૦ મિસાઈલનું નિર્માણ થતુ હતુ. જેની મારક ક્ષમતા ૩૦૦ કિમી હતી.

સીરિયામાં ઓપરેશન મેની વેઝમાં કુલ ૧૨૦ કમાન્ડો સામેલ હતા. જેમાં ૧૦૦ ઘાતક દળના કમાન્ડો હતા. અને ૨૦ મેડિકલ કર્મી યુનિટમાંથી હતા.

કમાન્ડો સીએચ-૫૩ યાસૂર હેવી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરથી દરિયાઈ માર્ગે સીરિયામાં પ્રવેશ્યા હતા. તેમની સાથે અપાચે અટેક હેલિકોપ્ટર, ૨૧ ફાઈટર જેટ, ૫ ડ્રોન અને ૧૪ દેખરેખ રાખતાં વિમાનો ઉપસ્થિત હતા. આ તમામે મિશનને ૩ કલાકમાં જ અંજામ આપ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *