મકરસંક્રાંત ઉજવણી, વિકાસ કાર્યોને જોડતા અમિત શાહ

Share:

Gandhinagar,તા.15

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના  સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે મકરસક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી સર્વે નાગરિકોને ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી આ તહેવાર દરેકના જીવનમાં સતત ઉન્નતિ, પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી. 

આ પૂર્વે શ્રી શાહે ઘાટલોડિયા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત રહેણાંક કક્ષાના 920 આવાસો તેમજ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. મકરસંક્રાંતિનો તહેવાર સૌ ગુજરાતીઓ અગાસી પર પરિવારના સભ્યો અને સ્નેહીઓ સાથે અનેરા આનંદ ઉલ્લાસ સાથે પતંગોત્સવ મારફત ઉજવે છે.

ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ પણ દરેક ઉતરાયણ પોતાના લોકસભા ક્ષેત્રના નાગરિકો સાથે ઉજવવાની પરંપરાને આગળ ધપાવતા આજરોજ શાંતિનિકેતન એપાર્ટમેન્ટ, મેમનગર; આર્યવિલા એપાર્ટમેન્ટ, ન્યુ રાણીપ; અર્હમ ફ્લેટ, સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી જ્યાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

સ્થાનિક રહીશોએ ખુબ જ ઉમળકાભેર શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કર્યું હતું. આ તકે સ્થાનિક રહીશો ઉપરાંત સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, અગ્રણીશ્રીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. 

હોદ્દો ભલે ગમે તે હોય, પરિવારમાં તો પિતા ‘પિતા’ જ હોય! ઠપકો પણ આપે
અમીત શાહ – જય શાહનો વીડિયો વાયરલ: સોશ્યલ મીડિયામાં યુઝર્સની રસપ્રદ-રમુજી કોમેન્ટ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રમાં અત્યંત ઉચ્ચ પદ હોવા છતાં પરિવારમાં સંતાન માટે તો પિતા જ છે અને પરિવારના પ્રસંગ-કામમાં પિતા તરીકે તંત્રને મીઠો ઠપકો પણ આપી દેતા હોય છે જેનો વીડિયો તથા તે સંબંધી રીએક્શન સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.

પતંગ પર્વ નિમિત્તે અમીત શાહ બે દિવસથી ગુજરાતમાં છે. આ દરમ્યાન તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શને ગયા હતા. પૂજા-આરતી કર્યા હતા. તેમના પુત્ર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન જય શાહ પણ સાથે હતા. જય શાહને ત્યાં તાજેતરમાં જ પુત્રનો જન્મ થયો હતો.   બાળકને પણ સાથે લઇ ગયા હતા.

પૂજા પછીની ધાર્મિક પરંપરા મુજબ અમીત શાહે આરતી લીધા બાદ નવજાત બાળકને પણ હાથેથી કરાવી હતી. આ દરમ્યાન આરતીનો તાપ ન લાગે તે માટે જય શાહ જરાક આઘા પાછા થયા હતા. ત્યારે પિતા તરીકે અમિતભાઇ શાહે પુત્રને મીઠો ઠપકો આપ્યો હતો. આડકતરી રીતે બહુ ચિંતા ન કરવાની ટકોર કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહનો આ વીડિયો વાયરલ થયો છે. સોશ્યલ મીડિયામાં તે વિશે રમુજી અને પોઝીટીવ ટીપ્પણી પણ થઇ રહી છે અનેક યુઝરે એવી પણ કોમેન્ટ કરી છે કે પિતા ભલે ગમે તે હોદ્દા પર હોય અથવા પુત્ર પણ ભલે ગમે તે સ્થાને હોય, પરિવારમાં તો પિતા પિતા જ હોય છે અને પુત્રને મીઠો ઠપકો આપી જ ધ્યે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *