TVS Motor તેની ફેમસ નિયો-રેટ્રો સ્ટાઇલ બાઇક રોનિનનું 2025 મોડેલ લોન્ચ

Share:

અપડેટેડ બાઇકમાં હવે સેફ્ટી માટે ડ્યુઅલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ છે અને કેટલાક કોસ્મેટિક ફેરફારો પણ કરવામાં આવ્યાં છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹ 1.59 લાખ રાખવામાં આવી છે.

ગ્રાહકો હવે આ મોટરસાઇકલને બે નવા કલર ઓપ્શનમાં – ગ્લેશિયર સિલ્વર અને ચારકોલ એમ્બરમાં ખરીદી શકે છે, અને આ હાલના ડેલ્ટા બ્લૂ અને સ્ટારગેઝ બ્લેક કલરનું સ્થાન લેશે. આ ઉપરાંત, તે મેગ્મા રેડ, સ્ટારગેઝ બ્લેક, ગેલેક્ટીક ગ્રે, ડોન ઓરેન્જ, નિમ્બસ ગ્રે અને મિડનાઈટ બ્લૂ રંગોમાં ઉપલબ્ધ થશે.

ગ્રાહકો આ બાઇક ઓનલાઈન અથવા નજીકના ડીલરશીપની મુલાકાત લઈને બુક કરાવી શકે છે. ટીવીએસ રોનિન કાવાસાકી W175 અને રોયલ એનફિલ્ડ હન્ટર 350 સહિત અન્ય નિયો-રેટ્રો મોટરસાયકલને ટક્કર આપશે. કંપનીએ ગયા વર્ષે ગોવામાં આયોજિત બાઇકિંગ ઇવેન્ટમાં TVS Motosol 2024નું અનાવરણ કર્યું હતું.

અપડેટેડ TVS રોનિન કંપનીના બાઇકિંગ ઇવેન્ટ મોટોસોલ 2024માં રિવીલ કરવામાં આવ્યું હતું.

 નવી નિયો-રેટ્રો બાઇકને ફક્ત મિડ વેરિઅન્ટ રોનિન DSમાં જ નવા અપડેટ્સ મળે છે, બેઝ (SS) અને ટોપ (TD) વેરિઅન્ટ પહેલા જેવા જ રહે છે. ગ્લેશિયલ સિલ્વર કલરમાં ડ્યુઅલ-ટોન ડાર્ક ગ્રે અને સિલ્વર પેઇન્ટ સ્કીમ છે, જે ફ્યુલ ટેન્ક પર પીળા પટ્ટાઓ અને ગ્રાફિક્સ દ્વારા અલગ પડે છે. બીજી તરફ, રોનિન ચારકોલ એમ્બરમાં ડ્યુઅલ-ટોન આછા રાખોડી અને ડાર્ક બ્લુની પેઇન્ટ સ્કીમ છે જેમાં ફ્યુલ ટેન્કની આસપાસ લાલ ગ્રાફિક્સ છે.

બાઇકમાં LED હેડલાઇટની ઉપર બ્લેક-આઉટ ફ્લાય સ્ક્રીન પણ છે, જે સીન આકર્ષણ વધારવામાં અને સામેના પવનોને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, અપડેટેડ રોનિનમાં લાંબો સ્મોક્ડ વિઝર, USB ચાર્જિંગ પોર્ટ, થ્રોટલ બોડી કવર અને સંપૂર્ણપણે બ્લેક એન્જિન કેસ, ફેંડર્સ અને એક્ઝોસ્ટ છે.

 બાઇકમાં કોઈ યાંત્રિક ફેરફાર કરવામાં આવ્યો નથી, પરફોર્મન્સ માટે તેમાં 225.9cc એર અને ઓઇલ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન છે, જે 20.1hp પાવર અને 19.93Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સ્લિપ અને આસિસ્ટ ક્લચ સાથે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. બાઇકમાં એડજસ્ટેબલ લિવર અને બે ABS મોડ – અર્બન અને રેઇન પણ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *