Mumbai,તા.12
સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘કેસરી વીર : લીજન્ડસ ઓફ સોમનાથ ‘જે પહેલા ૧૪ માર્ચના રોજ રિલીઝ થવાની હતી તે હવે ૧૬ મેના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને મોટા પાયે વિશ્વવ્યાપી લોન્ચ કરવા માટે ફિલ્મની રિલીઝ લંબાવામાં આવી હોવાનો દાવો નિર્માતાઓએ કર્યો છે. સુનીલ શેટ્ટી સાથ ેઆ ફિલ્મમાં વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી મુખ્ય રોલમાં છે. આ ફિલ્મને પીઢ નિર્માતા કનુ કોહાને પ્રોડયુસ કરી છે.