Rajkot,તા.11
દેશના રાષ્ટ્રીય મૌસમ વિજ્ઞાાન વિભાગે આજે રાત્રે જાહેર કર્યા મૂજબ આજે સમગ્ર દેશમાં ભૂજ ખાતે સૌથી વધારે ૪૨ સે. તાપમાન નોંધાયું છે જ્યારે ગઈકાલે રવિવારે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૧ સે. નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત વર્ષે રાજકોટ,ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું છે.
રાજકોટ આજુબાજુ કોઈ રણપ્રદેશ નથી છતાં દેશમાં હોટેસ્ટ સિટી બન્યુ ંછે. ઉપરોક્ત તાપમાન નિશ્ચિત ધારાધોરણો મૂજબ હવામાન ખાતાની કચેરીમાં નોંધાયું તે મૂજબ આજે ૪૧.૭ સે. નોંધાયું છે. પરંતુ, આ ગરમીનું પ્રમાણ શહેરમાં જ્યાં જળસ્ત્રોત કે હરિયાળી ન હોય તેવા સીમેન્ટ કોંક્રિટના બાંધકામો વચ્ચે વધુ અનુભવાય છે અને મનપાના સેન્સર મૂજબ આજે ત્રિકોણબાગ ખાતે મહત્તમ તાપમાન 42.92 સે. એટલે કે 44 સે. નોંધાયું છે. સવારે 20 સે. તાપમાન બપોર સુધીમાં 12 સે. વધી ગયું હતું.રાજકોટમાં ઉંચા તાપમાનની સાથે ભેજનું પ્રમાણ ઘટીને માત્ર 15C ટકા થઈ જતા ચામડી સુકાતી હોવાના અહેસાસ વચ્ચે અસહ્ય લૂ વર્ષા અનુભવાઈ હતી. હજુ ઉનાળો તો બાકી છે ત્યાં જ અગનવર્ષાથી જનજીવન પર અસર જોવા મળી છે. ભૂજ રણપ્રદેશ નજીક આવેલું છે અને ત્યાં ગરમી સામાન્ય રીતે વધુ રહેતી હોય છે જ્યાં આજે સવારે 21.6 અને બર્પોે પારો 42 સે.એ પહોંચ્યો હતો જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. એકંદરે સૌરાષ્ટ્રના રાજકોટ,ભૂજ, જુનાગઢ, સુરેન્દ્રનગર જેવા શહેરો આ વર્ષે ઉંચા તાપમાનના નવા રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે.