Vadodara,તા.26
વડોદરામાં માંજલપુર વિસ્તારમાં સમન્વય સોસાયટીમાં રહેતા પિન્કીબેન જશવંતભાઈ શર્મા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 23મી તારીખે મારા ઘરના બાથરૂમના નળ તથા વાલ્વ ખરાબ થઈ ગયા હતા. મેં હિંડવેર નામની કંપનીમાં ઓનલાઇન ફરીયાદ લખાવી હતી.
ગઈકાલે હિંડવેર કંપનીમાંથી બે માણસો મારા ઘરે નળ રીપેર કરવા માટે આવ્યા હતા. બાથરૂમના વોલનું સ્પિન્ડલ ખરાબ હોય જેથી નવું નાખવાનું કહ્યું હતું. મેં તેઓને કેટલા પૈસા થશે તેમ કહેતા તેઓએ 1400 રૂપિયા થશે તેવું જણાવ્યું હતું. મેં બિલ માંગતા તેમણે બિલ આપવાની ના પાડી હતી. જેથી મેં કામ કરવાની ના પાડતા તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. તેઓ ગાળો બોલતા હોય મેં તેઓને ગાળો નહીં બોલવાનું કહેતા મને ધક્કો મારી બે-ત્રણ લાફા મારી દીધા હતા. પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી અને મને લાફો મારનાર મહંમદ આકીબ હનીફ ભાઈ શેખ(રહે. મીરજા પાર્ક,તાંદલજા)ની અટકાયત કરી લઈ ગઈ હતી.