Jamnagarતા ૧૩
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહાર રાજ્યના વતની જનાર્દન કુમાર ઇન્દ્ર દેવ પ્રસાદ નામના ૨૫ વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે તેની સાથે રહેતા સચિન કુમાર પ્રભાકરસિંગ રાજપૂતે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી તેણે ક્યાં સંજોગોમાં આત્મહત્યા નું પગલું ભરી લીધું છે, તે જાણવા માટેની કવાયત શરૂ કરી છે.