Royal Enfield ની પહેલી ઇલેક્ટ્રિક બાઇક ભારતમાં લોન્ચ

Share:

ભારતીય ટુ-વ્હીલર ઉત્પાદક રોયલ એનફિલ્ડે ભારતીય બજારમાં તેની પહેલી ઇલેક્ટ્રિક બાઇક ‘ફ્લાઇંગ ફ્લી C6’ રજૂ કરી છે. કંપનીએ તેને ઇટાલીના મિલાનમાં ચાલી રહેલા ઓટોમોટિવ શો EICMA-2024માં રજૂ કર્યું.

ઇલેક્ટ્રિક બાઇકની ડિઝાઇન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મી માટે બનાવેલા ફ્લાઇંગ ફ્લી મોડેલથી પ્રેરિત છે. કંપનીની આ બાઇકમાં 300cc ICE મોટરસાઇકલ જેટલી શક્તિશાળી મોટર હશે, જેની રેન્જ 200 કિલોમીટર સુધીની હોઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી બેટરી અને મોટરના સ્પેસિફિકેશનનો ખુલાસો કર્યો નથી.

આ બાઇક હાલમાં ડેવલપિંગ સ્ટેજમાં છે અને હાલમાં તેનો ફક્ત એક કોન્સેપ્ટ છે. C6 ઇલેક્ટ્રિક 2026 માં 4.5 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ થઈ શકે છે. ફ્લાઈંગ ફ્લી C6 હાઈ રેન્જ માટે લગભગ 100 કિલો વજનની હોઈ શકે છે.

બાઇકમાં 3.5-ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ટચ પેનલ છે.

ફીચર્સની વાત કરીએ તો, ઈ-બાઈકમાં રાઉન્ડ TFT કન્સોલ છે, જે હિમાલયન 450 અને ગેરિલા 450 પર જોવા મળતા કન્સોલ જેવું જ છે, પરંતુ તેનું લેઆઉટ અલગ છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

તે સ્પીડ, ટ્રિપ મીટર, બેટરી અને રેન્જ જેવી વિગતો પણ બતાવશે. અન્ય સુવિધાઓમાં ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS, ક્રુઝ કંટ્રોલ અને 5 રાઇડ મોડ્સનો સમાવેશ થાય છે, જે તેને આ અદ્યતન સલામતી સુવિધાઓનો સમાવેશ કરનાર પ્રથમ રોયલ એનફિલ્ડ બનાવે છે.

રોયલ એનફિલ્ડ ફ્લાઇંગ ફ્લીની ડિઝાઇન રેટ્રો બાઇક્સથી પ્રેરિત છે, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતી મૂળ ફ્લાઇંગ ફ્લી મોટરસાઇકલ જેવી જ છે. તે મૂળભૂત રીતે 125 સીસી સિંગલ સિલિન્ડર ૨-સ્ટ્રોક બાઇક હતી જેને દુશ્મનની સરહદો પાછળ પેરાશૂટ દ્વારા હવાઈ માર્ગથી ઊતારી શકાય છે.

ઈ-બાઈકની ગોળ હેડલાઈટ, ટેલ-લાઈટ અને ઈન્ડિકેટર્સ બધા LED છે. આમાં, સામાન્ય રીતે પેટ્રોલ બાઇકમાં જ્યાં એન્જિન હોય છે ત્યાં અહીં બેટરી પેક ઇન્સ્ટોલ કરેલું હોય છે, બાઇકને સ્પોર્ટી અને રેટ્રો લુક આપવામાં આવ્યો છે. આ બાઇકમાં શોટગન 650 ની જેમ સિંગલ-પીસ સીટ છે. પાછળની સીટ ઉમેરવાનો વિકલ્પ પણ છે.

આગળના ભાગમાં રાઉન્ડ LED હેડલેમ્પ છે અને હેન્ડલબારમાં LED ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. મેચિંગ માટે એક ગોળાકાર LED સ્પીડ સૂચક આપવામાં આવ્યો છે.

હેન્ડલબાર પર ઇન્ડિકેટર્સ સાથે રાઉન્ડ LED હેડલેમ્પ છે.
શોટગન 650 ની જેમ, તેમાં એક સિંગલ સીટ છે જેમાં પાછળની સીટ ઉમેરવાનો વિકલ્પ છે.

બાઇકમાં 3.5-ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ટચ પેનલ છે, જે સ્પીડ, બેટરી ચાર્જ સ્ટેટસ, રેન્જ અને ટ્રિપ મીટર જેવી માહિતી પ્રદાન કરશે. આ કન્સોલ ક્વાલકોમ સ્નેપડ્રેગન QWM2290 પ્રોસેસર પર ચાલશે, જે 4G, બ્લૂટૂથ અને વાઇફાઇ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

બાઇકમાં ઇકો, રેઇન, ટૂર, પર્ફોર્મન્સ અને કસ્ટમ રાઇડિંગ મોડ્સ છે. વધારાના ફીચર્સમાં મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ, ક્રુઝ કંટ્રોલ, ઓવર-ધ-એર (OTA) સોફ્ટવેર અપડેટ્સ, કીલેસ ઇગ્નીશન અને ટ્રેક્શન કંટ્રોલનો સમાવેશ થાય છે. વધારાની સેફ્ટી માટે ટેન્ક પર એક ઇમરજન્સી સેફ્ટી સ્વીચ પણ આપવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *