Mumbai તા.૧૧
શાહિદ કપૂર અને કરીના કપૂરને બે દાયકા અગાઉ પરફેક્ટ સેલિબ્રિટી કપલ માનવામાં આવતા હતા. શાહિદ-કરીનાની કલ્ટ ફિલ્મ ‘જબ વી મેટ’ને દરેક પેઢીએ એન્જોય કરેલી છે. શાહિદ-કરીનાએ લાંબા સમયથી સાથે ફિલ્મ કરી નથી અને જાહેરમાં ભેગા જોવા મળતા પણ નથી. જયપુર ખાતે એવોર્ડ ફંક્શન દરમિયાન કરીના-શાહિદ સ્ટેજ પર ભેગા થયા હતાં. આ પ્રસંગે તેમના વીડિયોએ ઉત્સુકતા જગાવી હતી અને ‘જબ વી મેટ’ અગેઈનની વાતો શરૂ થઈ હતી. કરીના સાથે રીયુનિયન અંગે ખુલાસો કરતા શાહિદે કહ્યું હતું કે, અમે અવાર-નવાર મળતા રહીએ છીએ. અમારા માટે મુલાકાતોમાં નવાઈ નથી. જયપુર ખાતે ૈૈંંહ્લછ ૨૦૨૫ની પ્રેસ કોન્ફરન્સમાં કરીના-શાહિદ સાથે જોવા મળ્યા હતા. ‘જબ વી મેટ’માં કરીનાએ બટકબોલી છોકરી ગીતનો રોલ કર્યો હતો, જ્યારે અંતર્મુખી-શરમાળ બિઝનેસમેન આદિત્યના રોલમાં શાહિદ કપૂર હતો. આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી અને તે જ વર્ષે શાહિદ-કરીનાનું બ્રેક અપ થયું હતું. કરીનાએ બાદમાં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને શાહિદે મીરા સાથે સંસાર વસાવ્યો હતો. બંને સ્ટાર્સ હવે બે-બે સંતાનના વાલી છે. જો કે જૂની યાદો અને જૂની વાતોને ભૂલવાનું સહેલું નથી હોતું. શાહિદ અને કરીનાએ બ્રેક અપ બાદ પણ એકબીજાની જાહેરમાં ટીકા કરી ન હતી. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં તેમની વચ્ચે હવે નિકટતા રહી નથી, પણ સાવ અબોલા જેવી સ્થિતિ નથી. શાહિદે આ રીયુનિયન અંગે કહ્યું હતું કે, અમારા માટે, આ નવું નથી. આજે સ્ટેજ પર મળ્યા, અહીં-ત્યાં મળતા રહીએ છીએ. તો મુલાકાતો અમારા માટે નોર્મલ છે. લોકોને આ ગમતું હોય તો, તે સારું જ છે. બ્રેકઅપ બાદ પણ શાહિદ કરીનાએ ઈન્ડસ્ટ્રીના નાતે સંબંધો સાચવવાની વાત કરી હતી.