ટુ-વ્હીલર બનાવતી કંપની કાવાસાકી ઈન્ડિયાએ ભારતીય બજારમાં સ્પોર્ટ્સ ટૂરર બાઇક 2025 વર્સિસ 1100 લોન્ચ કરી છે. તેને જૂની વર્સિસ 1000 ની જગ્યાએ બજારમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેની એક્સ-શોરૂમ કિંમત 12.90 લાખ રૂપિયા રાખી છે. જે વર્તમાન મોડેલ વર્સિસ 1000 (₹ 13.91 લાખ, એક્સ-શોરૂમ) કરતા 1 લાખ રૂપિયા ઓછું છે. ગ્રાહકો કાવાસાકી ડીલરશીપની મુલાકાત લઈને બાઇક બુક કરાવી શકે છે.

આ એડવેન્ચર-ટૂરર મોટરસાઇકલ 1099cc ઇનલાઇન-ફોર સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે, જે લાંબા અંતરની સવારી માટે બનાવાઈ છે. આ નવી બાઇક ટ્રાયમ્ફ ટાઇગર 1200, ડુકાટી મલ્ટીસ્ટ્રાડા V4 અને BMW R 1300 GS જેવી બાઇકો સાથે સ્પર્ધા કરશે. તેમાં ટ્રેક્શન કંટ્રોલ, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ, ઓલ-એલઇડી લાઇટિંગ અને એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન જેવી વ્યવહારિક ફીચર્સ છે. વર્સિસ 1100 હાઇવે અને ઉબડખાબડ રસ્તાઓ બંને પર ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.