રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજારમાં કોવિડ બાદની સૌથી મોટી મંદી જોવા મળી રહી છે. તેમાં પણ ફેબ્રુઆરી માસ સૌથી નિરાશાજનક રહ્યો છે. ઈવી ઉત્પાદક ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના અહેવાલો વચ્ચે ઓટો શેર્સમાં મોટાપાયે વેચવાલી સાથે ટ્રમ્પના વર્લ્ડ ટ્રેડ વોરમાં ડ્રગ્ઝ-ફાર્મા, ચીપ્સની અમેરિકામાં આયાત પર ૨૫% ટેરિફના સંકેતે અને યુક્રેન મામલે અમેરિકા અને રશીયા એક થઈને કબજો કરવાના ઈરાદાએ ફરી જીઓપોલિટીકલ ટેન્શન ઊભું થવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી સાથે ગત સપ્તાહે ફંડો દ્વારા ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી દરેક ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વિશ્વ પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કર્યાં બાદ ભારત વિરૂધ્ધ આકરા પગલાં લેવાની ધમકી આપી રહ્યા છે. ફાર્મા કંપનીઓ પર પણ ઊંચા ટેરિફનો બોજો લાદવાની કાર્યવાહીના કારણે ભારતીય શેરબજાર નિરાશ થયા છે. જો કે, ટેરિફની ધમકીની કયા સેક્ટર અને કયા દેશો પર અસર થવાની છે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. જેથી રોકાણકારો સાવચેત બન્યા છે. બીજી તરફ વિદેશી રોકાણકારો ટ્રેડવોર અને ટ્રમ્પની ગતિવિધિઓના પગલે સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એફઆઇઆઇએ એક લાખ કરોડ સુધીની વેચવાલી નોંધાવી છે. ચાલુ કેલેન્ડર વર્ષના બે માસમાં બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૩%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જયારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં અંદાજીત ૯૨૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે. નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે. મૂડીઝના અંદાજ મુજબ ચીનનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર ૨૦૨૪માં ૫%થી ઘટીને ૨૦૨૫માં ૪.૨% અને ૨૦૨૬માં ૩.૯% પર પહોંચશે. એશિયા-પેસિફિક માટેના તેના અનુમાન મુજબ, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ બંને નાણાકીય વર્ષોમાં ભારતનો વિકાસ દર ૬.૪%ના દરે વધવાની ધારણા છે. વર્ષ ૨૦૨૪ના ઓકટોબર માસથી ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચાલુ થયેલી વેચવાલી ૨૦૨૫માં પણ ચાલુ રહી છે એટલું જ નહીં ભારતમાંથી રોકાણ પાછા ખેંચીને વિદેશી રોકાણકારો ચીનની બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું છે.
ભારતીય બજારોમાં એફઆઈઆઈની જંગી વેચવાલી જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ પોતાના અર્થતંત્રને બેઠું કરવા ચીન સરકાર સતત સ્ટીમ્યુલ્સ જાહેર કરી રહી છે. ચીનના શેરબજારોમાં સ્ટોકસ હાલમાં મધ્યમથી લાંબા ગાળાનો રોકાણની દ્રષ્ટિએ આકર્ષક મૂલ્યાંકને પ્રાપ્ત થઈ રહ્યા છે. કેટલાક હેજ ફન્ડો અને ઊંચા જોખમ લેવાના વ્યૂહ ધરાવતા ફન્ડોના નાણાં ચીન તરફ વળી રહ્યા હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. વર્ષ ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એમએસસીઆઈ ઈન્ડિયા તથા એમએસસીઆઈ ચીન ઈન્ડેકસ અન્ય મોટા વૈશ્વિક શેરબજારો જેમ કે, યુકે, જાપાન, દક્ષિણ કોરિઆ, ફ્રાન્સની સરખામણીએ નબળા જોવા મળી રહ્યા છે. થાઈલેન્ડને બાદ કરતા દરેક મુખ્ય ઊભરતી બજારોમાં એફઆઈઆઈનો નાણાં પ્રવાહ વર્તમાન મહિનામાં નેગેટિવ રહ્યો છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી તેમજ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૨૫૪૪.૫૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી તેમજ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૭૩૪૯.૦૬ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩% તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું.
ડિસેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ભારતની સેકન્ડરી બજારમાં રૂ.૧.૫૬ લાખ કરોડના શેર વેચ્યા હતા જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂ.૫૫૫૮૦ કરોડની ઈક્વિટીસ ખરીદ કરી હતી. જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા અન્ય નાણાં સંસ્થાઓ સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧.૮૬ લાખ કરોડની લેવાલી રહી હતી. બીજી બાજુ પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટી ૪૧.૦૮% રહ્યું હતું. ઊંચા મૂલ્યાંકને હિસ્સાના વેચાણને કારણે પ્રમોટરના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી ૭.૬૯% સાથે વિક્રમી સ્તરે નોંધવામાં આવ્યું છે. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)મુથુત ફાઇનાન્સ (૨૧૩૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૨૦૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક…!! નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૧૭૭ થી રૂા.૨૨૦૮નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર)કોટક બેન્ક (૧૯૧૧) : આ સ્ટોક રૂા.૧૮૭૦ નો પ્રથમ અને રૂા.૧૮૪૪ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૯૩૭ થી રૂા.૧૯૬૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!
(૩)ભારતી એરટેલ (૧૫૭૭) : ૪૭૫ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૫૩૦ પ્રથમ તેમજ રૂા.૧૫૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ટેલિકોમ સેલ્યુલર અને ફિકસ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૫૯૩ થી રૂા.૧૬૦૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!
(૪)અદાણી એન્ટરપ્રાઇઝ (૨૦૯૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૧૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૧૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૦૭૩ થી રૂા.૨૦૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૧૮૮ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)ગોદરેજ પ્રોપર્ટીઝ (૧૯૪૦) : રૂા.૧૯૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૨૦૦૨ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૯૦૯ થી રૂા.૧૮૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૦૧૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬) HDFC બેન્ક (૧૭૩૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૭૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૭૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૭૦૭ થી રૂા.૧૬૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૮૦૮ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૩૩૦) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૦૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૩૪૮ થી રૂા.૩૫૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૨૮૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૭૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૩૦૩ થી રૂા.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)ઓનવર્ડ ટેકનોલોજી (૨૮૪) : રૂા.૨૭૦ નો પ્રથમ તેમજ રૂા.૨૫૫ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૨૯૭ થી રૂા.૩૦૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)રાઇટસ લિમિટેડ (૧૯૭) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૧૬ થી રૂા.૨૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)એનએલસી ઇન્ડિયા (૧૬૦) : રૂા.૧૪૭ નો પ્રથમ તેમજ રૂા.૧૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર જનરેશન સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૭૮ થી રૂા.૧૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)હેડલબર્ગ સિમેન્ટ (૧૮૩) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૭૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૯૭ થી રૂા.૨૦૮ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)આરબીએલ બેન્ક (૧૫૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૩૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૬૪ થી રૂા.૧૭૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)બંધન બેન્ક (૧૨૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા.૧૪૪ આસપાસ રોકાણકારે રૂા.૧૩૭ થી રૂા.૧૫૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૦૪ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧)બાલ ફાર્મા (૮૦) : ફાર્મા સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૩ થી રૂા.૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૭૩ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨)એચબી સ્ટોક હોિ૯ડંગ (૭૨) : ડિલેવરીબેઇઝ રોકાણકારે નોન બેંકિગ ફાઇનાન્સિયલ કંપની સેકટરના આ સ્ટોકને રૂા.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૭૮ થી રૂા.૮૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩)તામિલનાડુ પેટ્રો પ્રોડકટસ (૬૩) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૫૭ નો પ્રથમ તેમજ રૂા.૫૨ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પેટ્રોકેમિકલ્સ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૬૭ થી રૂા.૭૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ટાટા ટેલિસર્વિસીસ (૫૫) : રૂા.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૬૩ થી રૂા.૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ભારતનું ઈ-કોમર્સ માર્કેટ વર્ષ ૨૦૩૫ સુધીમાં વધીને ૫૫૦ બિલિયન ડોલર થવાની ધારણા…!!
ભારતના ઈ-કોમર્સ ક્ષેત્રનું બજાર કદ ૨૦૩૫ સુધીમાં ચાર ગણું વધીને ૫૫૦ બિલિયન ડોલર એટલેકે અંદાજે ૪૮,૦૦,૦૦૦ કરોડ ડોલર થવાની ધારણા છે. એનારોક અને ઇટી રિટેલના સંયુક્ત અહેવાલ અનુસાર, ૨૦૨૪માં ભારતનું ઈ-કોમર્સ બજાર ૧૨૫ અબજ ડોલરનું હોવાનો અંદાજ છે. ઇટી રિટેલે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર એનારોકના મતે ભારતીય ઈ-કોમર્સ બજાર ૨૦૩૫ સુધીમાં ૫૫૦ અબજ ડોલર એટલેકે ભારતીય ચલણમાં ૪૭,૬૪,૬૫૦ લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે. એટલેકે વર્તમાન સ્તરેથી ૧૫%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ જોવા મળશે.
૨૦૨૪માં ઈ-કોમર્સ માર્કેટનું મૂલ્ય ૧૨૫ અબજ ડોલર હતું અને ૨૦૩૦ના અંત સુધીમાં ૩૪૫ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. ઇન્ટરનેટનો વધતો વપરાશ, સ્માર્ટફોનનો વધતો ઉપયોગ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું વિસ્તરણ અને ટેક-સેવી યુવાવર્ગ આ વૃદ્ધિને આગળ ધપાવી રહી છે. આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયાજેવી સરકારી પહેલો અને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન નેટવર્કમાં ઝડપી સુધારાઓ પણ ઇ-કોમર્સ ક્ષેત્રને મજબૂત સપોર્ટ આપી રહ્યાં છે.મેટ્રો શહેરો ઉપરાંત ઈ-કોમર્સ કંપનીઓ હવે નાના શહેરો અને નાના નગરોમાં વધતી જનસંખ્યાની માંગને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય રિટેલ ઈન્ડસ્ટ્રીની માર્કેટ સાઈઝ ૨૦૩૫ સુધીમાં ૨૫૦૦ અબજ ડોલર સુધી પહોંચી જશે. કોરોના મહામારી પૂર્વેના સમય એટલેકે ૨૦૧૯ની સરખામણીમાં ત્રણ ગણી વૃદ્ધિ એક દશક બાદ જોવા મળવાનો અંદાજ છે. વધતી આવક, શહેરીકરણ, યુવા અને ટેક્નોલોજીને વળગી રહેતા યુવાધન અને સતત વિસ્તરતો મધ્યમ વર્ગ આ શાનદાર વૃદ્ધિ માટે જવાબદાર હશે.
શેરબજારમાં ભારે વોલેટિલિટીને કારણે દૈનિક રોકડ ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો…!!
વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે વેપાર પ્રવૃત્તિઓ પર અસર પડતા વર્તમાન મહિનામાં કેશ તથા ડેરિવેટિવ સેગમેન્ટ બન્નેમાં સરેરાશ દૈનિક ટર્નઓવર નોંધપાત્ર ઘટી ગયો છે. ઇજઊ તથા ગજઊના ડેટા પ્રમાણે,બન્ને એકસચેન્જો પર કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વર્તમાન મહિનામાં ઘટી રૂપિયા ૧ લાખ કરોડની અંદર સરકી ગયું છે,જે નવેમ્બર, ૨૦૨૩ બાદ પહેલી વખત જોવા મળ્યું છે.એટલુ જ નહીં ફેબ્રુઆરીમાં સતત આઠમા મહિને ટર્નઓવરમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે.જાન્યુઆરીમાં આ આંક રૂપિયા ૧.૧૦ લાખ કરોડ રહ્યો હતો.
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં સરેરાશ ટર્નઓવર ઘટી રુપિયા ૧૮૫.૩૯ લાખ કરોડ સાથે ડિસેમ્બર, ૨૦૨૨ બાદ એટલે કે બે વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યું છે. જાન્યુઆરીમાં આ આંક રૂપિયા ૨૯૮ ટ્રિલિયન અનેડિસેમ્બર ૨૦૨૪માં રૂપિયા ૨૮૦ ટ્રિલિયન રહ્યો હતો. ડિસેમ્બરથી સેબીએ એકસચેન્જ દીઠ એક વીકલી એકસપાઈરી અને ઊંચા એકસ્ટ્રીમ લોસ માર્જિનનું ધોરણ લાગુ કર્યું છે. આ ઉપરાંત ૧લી એપ્રિલથી પોઝિશન્સની ઈન્ટ્રાડે દેખરેખનો નિયમ પણ લાગુ થઈ રહ્યો છે,આને કારણે પણ વેપાર વોલ્યુમમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ છે. ગયા વર્ષના ઓકટોબર બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઉપરાંત મિડકેપ, સ્મોલકેપ તથા સેકટરલ ઈન્ડેકસમાં જોરદાર ધોવાણ થઈ રહ્યું છે જેને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. શેરબજારની વોલેટિલિટીને પરિણામે નાણાં વ્યવસ્થામાંએકંદર થાપણમાં મુદતી થાપણ હિસ્સામાં ફરી વધારો જોવા મળ્યાનું રિઝર્વ બેન્કના ડેટામાં ગયા સપ્તાહમાં જણાવાયું હતું. ભૌગોલિક રાજકીય તાણને કારણેપણ રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે એટલું જ નહીં બેન્કો દ્વારા થાપણ દરોમાં તાજેતરમાં કરાયેલા વધારાથી રોકાણકારો મુદતી થાપણ તરફ વળી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.
રશિયાથી ક્રુડ તેલની આયાતમાં ૨૫% ઘટાડો, અમેરિકાથી આયાત બમણી થઈ…!!
અમેરિકા દ્વારા રશિયાના ક્રુડ ઓઈલ પર લાગુ કરાયેલા પ્રતિબંધોને પરિણામે ફેબ્રુઆરીના પ્રથમ ૨૦ દિવસમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાતમાં ૨૫% ઘટાડો થયો છે જ્યારે અમેરિકા ખાતેથી આયાત લગભગ બમણી થઈ ગઈ છે. અમેરિકા ખાતેથી ક્રુડ તેલની આયાત ૬૫% જેટલી વધારી ૨૫ અબજ ડોલર કરવાની ભારતની યોજના છે. રશિયા ખાતેથી વર્તમાન મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં ભારતે દૈનિક સરેરાશ ૧૦.૭૦ લાખ બેરલ્સ ક્રુડ તેલ આયાત કર્યું છે જે જાન્યુઆરીમાં ૧૪ લાખ બેરલ રહ્યું હતું.
બીજી બાજુ અમેરિકા ખાતેથી જાન્યુઆરીમાં પ્રતિ દિન સરેરાશ ૧.૧૦ લાખ બેરલની આયાત સામે ફેબ્રુઆરીમાં આ આંક વધી પ્રતિ દિન બે લાખ બેરલ પર આવી ગયો હોવાનું એક એનર્જી કારગો ટ્રેકરના રિપોર્ટમાં જણાવાયું હતું. સાઉદી અરેબિયા તથા ઈરાન ખાતેથી ભારતમાં ક્રુડ તેલની નિકાસમાં વધારો થયો છે. સાઉદી ખાતેથી ૭.૭૦ લાખ બેરલની સરખામણીએ ૯.૧૦ લાખ બેરલ જ્યારે ઈરાન ખાતેથી ૮૦ લાખ બેરલની સામે ક્રુડ તેલની આયાત વર્તમાન મહિને પ્રતિ દિન વધી ૧૦.૮૦ લાખ બેરલ જોવા મળી રહી છે.
જો કે યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાત ૪.૮૦ લાખ બેરલ પરથી ઘટી ૩.૧૦ લાખ બેરલ પર આવી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોર સામે સલામત બની રહેવા ભારત અમેરિકા ખાતેથી જરૂરિયાત પ્રમાણે આયાત વધારવાનો વ્યૂહ ધરાવે છે. અમેરિકા ખાતેથી મોટી માત્રામાં આયાત ન થતા હોય તેવા માલસામાન પર ટેરિફ ઘટાડવા ભારત વિચારણા કરી રહ્યું છે.
અમેરિકા સાથે દ્વિપક્ષી વેપાર કરાર સંબંધિત ચર્ચામાં ભારત તરફથી આ રજૂઆત કરાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
શેરબજારમાં ભારે વોલેટિલિટીને કારણે દૈનિક રોકડ ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો…!!
વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે વેપાર પ્રવૃત્તિઓ પર અસર પડતા વર્તમાન મહિનામાં કેશ તથા ડેરિવેટિવ સેગમેન્ટ બન્નેમાં સરેરાશ દૈનિક ટર્નઓવર નોંધપાત્ર ઘટી ગયો છે. ઇજઊ તથા ગજઊના ડેટા પ્રમાણે,બન્ને એકસચેન્જો પર કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વર્તમાન મહિનામાં ઘટી રૂપિયા ૧ લાખ કરોડની અંદર સરકી ગયું છે,જે નવેમ્બર, ૨૦૨૩ બાદ પહેલી વખત જોવા મળ્યું છે.એટલુ જ નહીં ફેબ્રુઆરીમાં સતત આઠમા મહિને ટર્નઓવરમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે.જાન્યુઆરીમાં આ આંક રૂપિયા ૧.૧૦ લાખ કરોડ રહ્યો હતો.
ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં સરેરાશ ટર્નઓવર ઘટી રુપિયા ૧૮૫.૩૯ લાખ કરોડ સાથે ડિસેમ્બર, ૨૦૨૨ બાદ એટલે કે બે વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યું છે. જાન્યુઆરીમાં આ આંક રૂપિયા ૨૯૮ ટ્રિલિયન અનેડિસેમ્બર ૨૦૨૪માં રૂપિયા ૨૮૦ ટ્રિલિયન રહ્યો હતો. ડિસેમ્બરથી સેબીએ એકસચેન્જ દીઠ એક વીકલી એકસપાઈરી અને ઊંચા એકસ્ટ્રીમ લોસ માર્જિનનું ધોરણ લાગુ કર્યું છે. આ ઉપરાંત ૧લી એપ્રિલથી પોઝિશન્સની ઈન્ટ્રાડે દેખરેખનો નિયમ પણ લાગુ થઈ રહ્યો છે,આને કારણે પણ વેપાર વોલ્યુમમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ છે. ગયા વર્ષના ઓકટોબર બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઉપરાંત મિડકેપ, સ્મોલકેપ તથા સેકટરલ ઈન્ડેકસમાં જોરદાર ધોવાણ થઈ રહ્યું છે જેને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. શેરબજારની વોલેટિલિટીને પરિણામે નાણાં વ્યવસ્થામાંએકંદર થાપણમાં મુદતી થાપણ હિસ્સામાં ફરી વધારો જોવા મળ્યાનું રિઝર્વ બેન્કના ડેટામાં ગયા સપ્તાહમાં જણાવાયું હતું. ભૌગોલિક રાજકીય તાણને કારણેપણ રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે એટલું જ નહીં બેન્કો દ્વારા થાપણ દરોમાં તાજેતરમાં કરાયેલા વધારાથી રોકાણકારો મુદતી થાપણ તરફ વળી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.
ફેબ્રુઆરી માસમાં ભારતની સોનાની આયાત વાર્ષિક ધોરણે ૮૫% જેટલી નીચી…!!
અમેરિકા વૈશ્વિક સ્તરે ગોલ્ડના ઊંચા ભાવને પરિણામે વર્તમાન મહિનાની ભારતની સોનાની આયાત વાર્ષિક ધોરણે ૮૫ ટકા જેટલી નીચી રહ્યાનું પ્રાપ્ત પ્રારંભિક ડેટા પરથી જણાય છે. ફેબ્રુઆરીની આયાત ૨૦ વર્ષના તળિયે જોવા મળી રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. જાન્યુઆરીની ગોલ્ડ આયાત વોલ્યુમની દ્રષ્ટિએ ૩૫ ટનથી ઓછી રહી છે. જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ ૨.૬૮ અબજ ડોલર સાથે ડિસેમ્બરની સરખામણીએ ૪૩ ટકા નીચી રહી હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં ૧૦૩ ટનની સામે વર્તમાન વર્ષના આ મહિનામાં સોનાની આયાત ૧૫ ટન જેટલી રહ્યાનો અંદાજ છે,જે છેલ્લા બે દાયકામાં કોઈ એક મહિનાની સૌથી નીચી આયાત છે.વિશ્વમાં સોનાના બીજા મોટા આયાતકાર દેશ ભારતમાં ગોલ્ડની નીચી આયાતથી વેપાર ખાધ અંકૂશમાં રાખવામાં મદદ મળશે એટલું જ નહીં ડોલર સામે રુપિયાને વધુ નબળો પડતો અટકી શકશે એવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. ભૌગોલિક રાજકીય અશાંતિને કારણે ૨૦૨૪માં મોટાભાગની વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની નોંધપાત્ર ખરીદી રહી હતી જેને કારણે સોનાના ભાવમાં વિક્રમી ઉછાળો જોવા મળ્યો હતો.વર્તમાન સપ્તાહમાં સોનાના ઔંસ દીઠ ભાવ ઉછળી ૨૯૫૬ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. ઊંચા ભાવને કારણે ભારતના ટ્રેડરો તથા જ્વેલર્સ દ્વારા ખરીદી ધીમી પડી છે.ભાવ ઊંચા જળવાઈ રહેશે તો ભારત દ્વારા ખરીદીમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું. વૈશ્વિક ઊંચા ભાવને પરિણામે સ્થાનિક સ્થળે પણ ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ.૮૬૫૯૦ સાથે વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે