હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા ભારતીય બજાર માટે તેના ટુ-વ્હીલર લાઇનઅપને અપડેટ કરી રહી છે. Activa 125, SP125, SP160, Livo અને Unicornને અપડેટ કર્યા પછી, કંપનીએ 13 ફેબ્રુઆરી Shine 125નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે.
કંપનીએ 125cc કોમ્યુટર મોટરસાઇકલના એન્જિનમાં OBD2B ઉત્સર્જન ધોરણો અનુસાર ફેરફારો કર્યા છે. આ બાઇકમાં હવે કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે અને તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઇક E-20 પેટ્રોલ પર પણ ચાલશે.
કંપનીએ આ બાઇકને બે વેરિઅન્ટમાં રજૂ કરી છે. એલોય વ્હીલ્સ સાથેના તેના ફ્રન્ટ ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 84,493 રૂપિયા છે અને એલોય વ્હીલ્સ સાથેના ફ્રન્ટ ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 89,245 રૂપિયા છે. 125 cc કોમ્યુટર મોટરસાયકલ સેગમેન્ટમાં, હોન્ડા શાઇન 125 હીરો ગ્લેમર એક્સટેક, હીરો સુપર સ્પ્લેન્ડર, ટીવીએસ રાઇડરને ટક્કર આપશે.
ડિઝાઇન: 6 નવા કલર ઓપ્શન સાથે સ્ટાઇલિશ ગ્રાફિકલ એલિમેન્ટ હોન્ડા શાઇન 125 ખૂબ જ ખાસ કોમ્યુટર ડિઝાઇન અને સ્પોર્ટીનેસ ધરાવે છે. તેમાં સ્ટાઇલિશ ગ્રાફિકલ એલિમેન્ટ છે, જે ટાંકીથી લઈને ટેઈલના ભાગ સુધી અને બોડી પેનલ્સ સુધી પણ દેખાય છે. ફ્રન્ટ હેડલાઇટ કાઉલ અને પાછળના એક્ઝોસ્ટ કવર પર ક્રોમ એક્સેન્ટ આપવામાં આવ્યા છે. બાઇકમાં લાંબી સિંગલ-પીસ સીટ છે જેમાં છેડે બોડી-કલર ગ્રેબ રેલ છે. આ બાઇક 6 નવા કલર ઓપ્શન સાથે આવે છે – પર્લ ઇગ્નિયસ બ્લેક, જેની ગ્રે મેટાલિક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક, રેબેલ રેડ મેટાલિક, ડીસેન્ટ બ્લુ મેટાલિક અને પર્લ સાયરન બ્લુ.
શાઇન 125 બોડી ડાયમેન્શન
લેન્થ | 2046mm |
વિડ્થ | 737mm |
હાઈટ | 1116mm |
વ્હિલ બેઝ | 1285mm |
ગ્રાઉન્ડ ક્લિયરન્સ | 162mm |
કર્બ વેઈટ | 113kg |
સીટ લેંથ | 651mm |
સીટ હાઈટ | 791mm |
પર્ફોર્મન્સ: સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ સાથે 123.94 cc સિંગલ-સિલિન્ડર એન્જિન નવી હોન્ડા શાઇન 125 હવે 123.94 cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, OBD2B કંપ્લાયંટ એન્જિન છે, જે 10.63 hp પાવર અને 11 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને ટ્રાન્સમિશન માટે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ બાઇકમાં હોન્ડાની આઇડલ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ પણ છે, જે બાઈક ઊભું રહે ત્યારે બાઇકને બંધ કરે છે અને થ્રોટલના ટ્વિસ્ટ સાથે તેને ફરીથી શરૂ કરે છે. આનાથી માઇલેજમાં સુધારો થાય છે. તેમાં સાયલન્ટ ઇગ્નીશન માટે ACG (અલ્ટર્નેટીંગ કરંટ જનરેટર) સ્ટાર્ટર પણ છે.
હાર્ડવેર: 18-ઇંચ એલોય વ્હીલ્સ અને કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ શાઇન 125માં આરામદાયક સવારી માટે 5-સ્ટેપ પ્રીલોડ એડજસ્ટેબિલિટી સાથે ટેલિસ્કોપિક ફોર્ક અને ટ્વીન-શોક એબ્સોર્બર્સ છે. આ બાઇક 18-ઇંચના એલોય વ્હીલ્સ પર ચાલે છે, જેમાં આગળના ભાગમાં 80-સેક્શન ટ્યુબલેસ ટાયર અને પાછળના ભાગમાં નવું અને પહોળું 90-સેક્શન ટ્યુબલેસ ટાયર છે, જે તેની સ્થિરતામાં વધારો કરે છે. બ્રેકિંગ માટે, ડિસ્ક વેરિઅન્ટમાં 240mm ફ્રન્ટ ડિસ્ક અને ડ્રમ વેરિઅન્ટમાં 130mm ફ્રન્ટ ડ્રમ બ્રેક છે. બાઇકમાં બંને વેરિઅન્ટમાં 130mm રીઅર ડ્રમ બ્રેક છે, જે વધુ સલામતી માટે CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ) સાથે આવે છે.
ફિચર્સ: સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ બાઇકમાં હવે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે, જે સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રિપમીટર, ફ્યુઅલ ગેજ, ગિયર પોઝિશન ઇન્ડિકેટર, રીઅલ-ટાઇમ ફ્યુઅલ ઇકોનોમી, ડિસ્ટેંસ ટૂ એમ્પ્ટી અને પાવર મોડ ઇન્ડિકેટરના રીડઆઉટ્સ દેખાડે છે. આ ઉપરાંત, બાઇકમાં સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ ફીચર અને UBS ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યો છે.