હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ આજે અપડેટેડ OBD2B કંપ્લાયંટ હોર્નેટ 2.0 લોન્ચ કર્યું. નવી 2025 હોન્ડા હોર્નેટ 2.0 ની કિંમત 1,56,953 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. તે હવે સમગ્ર ભારતમાં HMSI રેડ વિંગ અને બિગવિંગ ડીલરશીપ પર ઉપલબ્ધ છે.
નવી હોર્નેટ 2.0 ને બોડી પેનલ્સ પર આકર્ષક નવા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે. તેમાં સંપૂર્ણ LED લાઇટિંગ સેટઅપ છે. આ મોટરસાઇકલ ચાર ડાયનેમિક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે – પર્લ ઇગ્નિયસ બ્લેક, રેડિયન્ટ રેડ મેટાલિક, એથ્લેટિક બ્લુ મેટાલિક અને મેટ એક્સિસ ગ્રે મેટાલિક.
હોર્નેટ 2.0 માં OBD2B કંપ્લાયંટ 184.40cc સિંગલ-સિલિન્ડર 4-સ્ટ્રોક એન્જિન છે, જે 8500 RPM પર 12.50 kW પાવર અને 6000 RPM પર 15.7 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.
આ અપડેટેડ એન્જિન લેટેસ્ટ એમિશન સ્ટાન્ડર્ડસનું પાલન કરે છે. તેમાં આસિસ્ટ અને સ્લિપર ક્લચ પણ છે, જે ગિયર શિફ્ટિંગને સરળ બનાવે છે અને ડાઉનશિફ્ટિંગ કરતી વખતે પાછળના વ્હીલને લોક થતા અટકાવે છે.
નવા હોર્નેટ 2.0 માં 4.2-ઇંચની TFT ડિસ્પ્લે છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. બાઇકમાં નેવિગેશન સપોર્ટ, ઇનકમિંગ કોલ એલર્ટ અને હોન્ડા રોડસિંક એપ દ્વારા SMS નોટિફિકેશન એક્સેસ જેવી સુવિધાઓ પણ છે. આ ઉપરાંત, તેમાં એક નવું USB C-પ્રકારનું ચાર્જિંગ પોર્ટ પણ છે, જેના દ્વારા ડિવાઇસિને સફરમાં ચાર્જ કરી શકાય છે.
સલામતી માટે, હોર્નેટ 2.0 હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC) અને ડ્યુઅલ ચેનલ ABS થી સજ્જ છે, જે વિવિધ રાઇડિંગ પરિસ્થિતિઓમાં વધુ સારી બ્રેકિંગ કામગીરી અને સ્થિરતા સુનિશ્ચિત કરે છે.