Ahmedabad,
ગુજરાતમાં ત્રણ થી ચાર દશકા જૂની ઈમારતોના રીડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં સોસાયટીના રીડેવલપમેન્ટમાં કાનુની મુદાઓ પર વિધાનો ઉભા કરનાર સામે આકરી ટીકા સાથે તેઓની ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ફગાવીને આકરો દંડ કર્યો હતો.
રીડેવલપમેન્ટમાં ફકત થોડા સભ્યો દ્વારા સમગ્ર પ્રક્રિયામાં કોઈને કોઈ વિધાન ઉભા કરીને બહુમતી સભ્યોના હિતોને જે રીતે રોકવા માટે જે પ્રયાસો થયા છે. તે સંદર્ભમાં આ ચૂકાદો અત્યંત મહત્વનો બની જાય છે.
આ પ્રકારના પ્રોજેકટમાં સમય જ સૌથી મહત્વનો હોય છે અને તેમાં વિલંબથી સમગ્ર પ્રોજેકટ ખર્ચ વધી જાય છે અને કાનુની પ્રક્રિયા પણ વધે છે. થોડા લઘુમતીમાં રહેલા સભ્યોની આ પ્રકારની પ્રવૃતિ સ્વીકાર્ય બને નહી તેવું જણાવીને હાઈકોર્ટે આ અરજી કરનાર અમદાવાદની જોધપુર સ્થિત વિવેકાનંદ વગર સોસાયટીના રહીશોમાં જેઓ વિરોધ કરતા હતા.
હાઈકોર્ટ પહોંચ્યા હતા તેમને દરેકને રૂા.10-10 હજારનો દંડ કર્યો હતો અને તે રકમ બે સપ્તાહમાં રાજય કાનુની સેવા સતામંડળમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટની ખંડપીઠે તા.23-1-23ના સિંગલ જજના આદેશને બહાર રાખ્યો હતો અને રીડેવલપમેન્ટને લીલીઝંડી આપી હતી. પણ ફકત આ રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકાવવા જ થોડા રહીશો એક બાદ એક કાનૂની અરજીઓ ઉભા કરતા રહ્યા હતા અને જૂનો ઓર્ડર રદ કરવા માંગણી કરી હતી.