Mumbai,તા.7
વડાપ્રધાન મોદીએ હાલમાં જ જામનગર નજીક વનતારા વન્યજીવ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અનેક નાના-મોટા જાનવરોની સાથે સમય વિતાવ્યો હતો. હવે બોલિવુડની દિગ્ગજ સેલિબ્રિટીએ પણ પીએમ મોદીના આ પ્રવાસની પ્રસંસા કરી છે. પ્રસંશા કરનારાઓમાં શાહરૂખખાન, સલમાનખાન, કેટરીના કૈફ અને કરીના કપુર જેવા નામો સામેલ છે.
શાહરૂખખાને ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર પીએમ મોદીની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓ હાથીને નિહાળી રહ્યા છે.આ ફોટોની સાથે શાહરૂખખાને લખ્યુ-જાનવરોને પણ પ્રેમ, આપણી તબિયતની સુરક્ષા અને દેખરેખની જરૂરત હોય છે.
વનતારામાં વડાપ્રધાન મોદીની હાજરી આ બાબતનાં મહત્વ પર પ્રકાશ ફેંકે છે જયારે સલમાનખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ પીએમમોદીએ વનતારા માટે પોતાનો કિંમતી સમય આપવો આ ગ્રહની બહેતરી અને તેમના દ્રષ્ટિકોણ અને જાનવરોનાં સંરક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.જયારે કેટરીના કેફે લખ્યુ- વન્યજીવન કલ્યાણ પ્રત્યે આપવામાં આવેલ પ્રેમ અને સંરક્ષણની કોઈ તુલના નથી.કરીનાકપુરે લખ્યુ-વડાપ્રધાન મોદીનું વનતારા જવુ વન્ય જીવ સંરક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.