ત્રણ ભાષાની ફોર્મ્યુલાના વિરોધમાં DMKના સાંસદો કાળા કપડા પહેરીને આવ્યા

Share:

New Delhi,તા.11
તામિલનાડુ સહિત દક્ષિણના રાજયોમાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરવાના વિરોધમાં આજે ડીએમકેના સાંસદોએ સંસદની બેઠકના પ્રારંભ પુર્વે જ સંકુલમાં કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સરકાર દ્વારા દેશમાં હિન્દી, અંગ્રેજી અને એક સ્થાનિક ભાષા એમ ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરવા નવી શિક્ષણનીતિમાં જાહેરાત કરી છે.

તામિલનાડુમાં તેનો જબરો વિરોધ થયો છે અને ગઈકાલે સંસદમાં પણ આ મુદે ડીએમકેના સાંસદોએ જબરા દેખાવ કર્યા હતા. આજે આ સાંસદોએ સંસદભવન બહાર કાળા કપડા પહેરીને દેખાવો કર્યા હતા.

ખાસ કરીને તેઓ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના વિધાનોનો વિરોધ કરી રહ્યા છે જેમાં તામિલનાડુ સરકાર પર આરોપો મુકાયા હતા. આજે આ મુદે સંસદમાં ફરી એક વખત ધમાલ થઈ હતી અને રાજયસભાની કાર્યવાહી નવા સીમાંકન સહિતના મુદે પણ મુલત્વી રહી છે.

ગઈકાલે આ મુદ્દે જ સંસદમાં ડીએમકેના સભ્યોએ ભારે ધમાલ મચાવી હતી.તે સમયે શિક્ષણમંત્રીએ એવો આરોપ મુકયો હતો કે ડીએમકે સરકાર તેના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત રાખી રહી છે.

ખાસ કરીને અગાઊ જ સરકારે ત્રિભાષા ફોર્મ્યુલામાં સ્થાનિક ભાષામાં પણ એન્જીનીયરીંગ અને તબીબી સહિતના ભ્યાસક્રમો માટે અપીલ કરી હતી. પરંતુ મોટાભાગના રાજયોએ અંગ્રેજીમાં જ આ પ્રકારના અભ્યાસક્રમોને યોગ્ય ગણ્યા છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *