ડાયાબિટીસ એક ખતરનાક બીમારી છે, જેનાં કારણે કિડની, આંખો અને જ્ઞાનતંતુઓને પણ નુકસાન થઈ શકે છે. આને રોકવું ખૂબ જ જરૂરી છે અને આ માટે પળેજી અને કસરત ઘણી મદદ કરે છે. પરંતુ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી તેનું જોખમ ઓછું થઇ શકે છે.
ડાયાબિટીસ એક એવો રોગ છે, જે એકવાર થઈ જાય પછી તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. વિજ્ઞાન કહે છે કે તે એક અસાધ્ય રોગ છે જેને ફક્ત સંચાલિત કરી શકાય છે. તેનાં દર્દીઓએ આજીવન દવા લેવી પડે છે. માટે લાઈફસ્ટાઈલ અને ડાયટને હેલ્દી બનાવીને તેનાં જોખમને દૂર કરી શકાય છે.
આ બીમારી મીઠાઈ ખાવાથી થાય છે, પરંતુ જો તમને કહેવામાં આવે કે ચોકલેટ ખાવાથી તેનું જોખમ ઓછું થઈ શકે છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. પરંતુ આ વાત એક રિસર્ચમાં જોવા મળી છે, જેનાં વિશે હાવર્ડ પર જાણકારી આપવામાં આવી છે.
રિસર્ચ અનુસાર ચોકલેટ ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થઇ શકે છે. તેમાં એવા ગુણધર્મો છે જે બ્લડ સુગર વધવાની સમસ્યા સામે રક્ષણ આપે છે. આવો જાણીએ શું કહે છે આ રિસર્ચ…
કઈ અને કેટલી ચોકલેટ ખાવી જોઈએ
હાર્વર્ડના જણાવ્યાં અનુસાર, આ સંશોધનમાં જોવા મળ્યું કે જે લોકો દરરોજ લગભગ 1 ઔંસ એટલે કે લગભગ 28 ગ્રામ ડાર્ક ચોકલેટ ખાય છે તેમનામાં ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે.
જો કે આ સાથે તેમની શારીરિક પ્રવૃત્તિ, આહાર અને અન્ય પરિબળો પણ મહત્વનાં છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દર અઠવાડિયે લગભગ 5 ઔંસ ડાર્ક ચોકલેટ ખાતા હતાં તેમનામાં જોખમ 21 ટકા ઓછું હતું.
દૂધવાળી ચોકલેટ ન ખાવી
આ રિસર્ચમાં માત્ર ડાર્ક ચોકલેટ ખાનારા લોકોને જ ફાયદો થયો હતો. જે લોકો દૂધની ચોકલેટ ખાય છે તેમની વિપરીત અસર થઈ શકે છે. તે ડાયાબિટીસ સામે રક્ષણ નથી આપતી, પરંતુ તેને ખાવાથી વજન વધવાનો ખતરો વધી જાય છે.
શું કારણ હોઈ શકે
હાર્વર્ડના જણાવ્યાં અનુસાર ડાર્ક ચોકલેટમાં દૂધની ચોકલેટ કરતાં ઓછી ખાંડ હોય છે. તેમાં ફ્લેવોનોઇડ્સ વધારે માત્રામાં હોય છે. કેટલાક અધ્યયન દર્શાવે છે કે આ સંયોજન બ્લડ સુગરને નિયંત્રિત કરીને ડાયાબિટીઝ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
ડાયાબિટીસનાં લક્ષણો
વધારે પડતી તરસ
વધુ પડતો પેશાબ
વજન ઘટવો
થાક અને નબળાઈ
મૂડ સ્વિંગ્સ
ઝાંખી દૃષ્ટિ
ઘામાં રૂઝ આવવામાં વિલંબ
ડાયાબિટીસથી બચવા માટેની ટિપ્સ
કસરત
કાર્બોહાઇડ્રેટ ઓછું ખાઓ
વધુ ફાઇબર ખાઓ
પૂરતું પાણી પીવો
તણાવના સ્તરને ઘટાડો.