Gandhinagar, તા.6
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભમેળામાં ગંગા સ્નાન માટે જશે તેમની સાથે મંત્રી મંડળના કેટલાક સભ્યો પણ જોડાઇ તેવા સંકેત છે. ભુપેન્દ્ર પટેલ કુંભમેળામાં ગુજરાત પેવેલીયનની પણ મુલાકાત લેશે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ બેઠક યોજે તેવી ધારણા છે.
ગુજરાત સરકારે હાલમાં જ મહાકુંભમાં જવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ માટે રાજ્યભરમાંથી ખાસ વોલ્વો બસની ટ્રીપ દોડાવી છે અને મહાકુંભમાં તેઓને રહેવા સહિતની સુવિધાઓ પણ આપી છે જેના કારણે રાજ્યભરમાંથી સેંકડો શ્રધ્ધાળુઓ કુંભમેળામાં જઇ રહ્યા છે અને કાલે મુખ્યમંત્રી ગુજરાતથી પહોંચેલા શ્રધ્ધાળુઓને પણ મળશે.