Chhawa બની ગઈ 500 કરોડની કલબમાં એન્ટ્રી મેળવનાર 2025ની પહેલી ફિલ્મ

Share:

Mumbai,તા.10
વિકી કૌશલને સંભાજી મહારાજના રોલમાં ચમકાવતી ફિલ્મ છાવાએ કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ 2025માં બોકસ ઓફિસ પર ભારતમાં 500 કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરનાર પહેલી ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મે રિલીઝ થયાના માત્ર 23 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. આ આંકડો હાંસલ કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે લેટેસ્ટ શુક્રવારે 6.30 કરોડ રૂપિયાની અને શનિવારે 13.70 કરોડ રૂપિયાની કમાણી કરીને આ ફિલ્મે કુલ 516.40 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આ સાથે છાવા ભારતમાં 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.આ યાદીમાં પુષ્પા 2 (હિન્દી વર્ઝન) જવાન સ્ત્રી 2, ગદર 2, પઠાણ બાહુબલી 2, હિન્દી વર્ઝન, અને રણબીર કપૂરની એનિમલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છાવા 7 માર્ચ તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *