માતાપિતાને વધુ બાળકો પેદા કરવાનું આહ્વાન કરવું એ ટૂંકી દ્રષ્ટિ અને ખોટું છેઃP Chidambaram

Share:

New Delhi,તા.૧૧

આંધ્રપ્રદેશના ટીડીપી સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુ દ્વારા ત્રીજા બાળકને જન્મ આપતી મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયા રોકડા અને જો બાળક છોકરો હોય તો ગાય ભેટ તરીકે આપવાની જાહેરાત પર પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આકરી પ્રતિક્રિયા આપી છે. ચિદમ્બરમે આ પહેલને ટૂંકી દૃષ્ટિવાળી અને ખોટી ગણાવી છે. ચિદમ્બરમે કહ્યું કે ત્રીજા બાળકને પ્રોત્સાહન આપવા માટે આવો નિર્ણય ભારત માટે નકારાત્મક રહેશે. તેમણે કહ્યું કે ભારત પહેલાથી જ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, અને હવે આપણી વસ્તી સ્થિર થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, ૨૦૬૨ સુધીમાં ભારતીય વસ્તી તેની ટોચ પર પહોંચવાની ધારણા છે, ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળશે.

ચિદમ્બરમે ધ્યાન દોર્યું કે આપણી પાસે હજુ ૩૭ વર્ષ બાકી છે, અને માતાપિતાને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાથી છેલ્લા ૭૦ વર્ષમાં આપણે જે કંઈ હાંસલ કર્યું છે તે બધું ઉલટાવી જશે. તેમણે કહ્યું કે દેશ માટે સૌથી મોટો પડકાર વધુ બાળકો પેદા કરવાનો નથી પરંતુ શિશુ અને માતૃ મૃત્યુ દર ઘટાડવાનો છે તેમજ પ્રથમ પાંચ વર્ષમાં બાળકોને વધુ સારું પોષણ અને સંભાળ પૂરી પાડવાનો છે.

તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશમાં ત્રીજા બાળકને જન્મ આપતી મહિલાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું રોકડ પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત, જો સ્ત્રી છોકરાને જન્મ આપે છે, તો તેને ભેટ તરીકે ગાય પણ આપવામાં આવશે. રાજ્યના વિજયનગરમથી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ કાલિસેટ્ટી અપ્પલા નાયડુએ આ જાહેરાત કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *