આજવા સરોવર ખાતે પોન્ટુન સિસ્ટમથી વધારાનું 50 MLD પાણીનો જથ્થો મેળવવા રૂ.27 કરોડનો ખર્ચ થશે

Vadodara,તા.11 આજવા સરોવર ખાતે 50 એમએલડી ક્ષમતાના પોન્ટુંન સિસ્ટમ બેસાડી કાર્યરત કરવાના ડિઝાઇન સહિત પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સના કામ કરવા માટે અંદાજિત ભાવ રૂ.25.34 કરોડ કરતાં 6.83% વધુ રૂ.27.07 કરોડના કામને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ રજૂ કરાયું છે. પૂર્વ તથા દક્ષિણ વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે માટે આજવા સરોવર […]

Vadodaraની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 87 શિક્ષકોની નિમણૂક થઈ પણ 300 જેટલી જગ્યાઓ હજી ખાલી

Vadodara,તા.11  વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ખાલી પડેલી 87 જગ્યાઓ પર શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જે શિક્ષકો પાંચ વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફરજ બજાવે છે તેમને અન્ય જિલ્લાની સ્કૂલોમાં મેરિટના આધારે બદલીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં મેરિટના […]

Vadodaraના વરણામા ગામે જૂની અદાવતે પાડોશીઓ બાખડયા, સામસામે ફરિયાદ

Vadodara,તા.11  વડોદરા તાલુકાના વરણામા ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા પાડોશીઓ વચ્ચે જૂની અદાવતે નવમી તારીખે બાખડયા હતા. ગતરોજ એક પક્ષે ફરિયાદ નોંધાવી હતી. બાદ ત્રણ મહિલા સહિત ચારને ઇજા પહોંચી હોવાથી વળતી ફરિયાદ ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા તાલુકાના વરણામા ગામે પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા પ્રિન્સ કમલેશ જાદવ અભ્યાસ કરતા હોવાથી […]

Vadodara માં સગીરવયની કન્યાનું અપહરણ કરી દેહ સબંધ બાંધ્યાની ફરિયાદ

Vadodara,તા.11 વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંતરિયાળ ગામની સગીર કન્યાને ખત્રીપુરાનો યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું. અને અવારનવાર દેહ સબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના એક ગામમાં રહેતી જમુના (નામ બદલ્યું છે) પોતાના ગામમાં જતી ત્યારે વર્ષ 2024ના જાન્યુઆરી માસથી તેનો પીછો લતીપુર રોડ પર આવેલા ખત્રીપુરા ગામનો અમિત […]

Porbandar:વિશાળ કદની શીપે ઠોકર મારતા ફિશિંગ બોટ ડૂબી

Porbandar,તા.11 અરબી સમુદ્રમાં દીવના વણાંકબારાથી 70 કિ.મી. એક અજાણી મોટી શીપે ફિશિંગ બોટને ઠોકર મારી નાસી છૂટતા બોટ પાણીમાં ડૂબી ગઇ હતી અને બોટમાં રબેલા 8 ખલાસીઓ પૈકી એક ખલાસીનું ડૂબી જતા મોત થયું છે, અન્ય ચાર ખલાસી સમુદ્રમાં લાપતા થયા શોધખોળ હાથ ધરાઇ છે. જ્યારે ૩ ખલાસીને અન્ય બોટે આવી બચાવી લીધા હતા. મૂળ […]

Jasdan:વૃધ્ધ પિતાને બીજા લગ્ન કરવા હતા, પુત્રએ ના પાડી તો ગોળી ધરબી દીધી

Jasdan,તા.11 જસદણના શક્તિ મોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવી અગ્રણીની તેના જ 80 વર્ષિય પિતા દ્વારા હત્યા નિપજાવવાના બનાવમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના સસરાને બીજા લગ્ન કરવા હતા પણ પરિવારના સભ્યો ના પાડતા હતા. તેનો ખાર રાખી તેમણે ફાયરીંગ કરી તેમના પતિની હત્યા નિપજાવી છે. જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા જયાબેન પ્રતાપભાઈ બોરીચા (ઉ.વ. […]

સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી રાજકોટ અને ભૂજમાં નોંધાઈ

Rajkot,તા.11 દેશના રાષ્ટ્રીય મૌસમ વિજ્ઞાાન વિભાગે આજે રાત્રે જાહેર કર્યા મૂજબ આજે સમગ્ર દેશમાં ભૂજ ખાતે સૌથી વધારે ૪૨ સે. તાપમાન નોંધાયું છે જ્યારે ગઈકાલે રવિવારે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૧ સે. નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત વર્ષે રાજકોટ,ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું છે. રાજકોટ આજુબાજુ કોઈ રણપ્રદેશ નથી […]

Rajkot યાર્ડમાં 1250 વાહનોમાં 2,38,500 મણ જણસીના ઢગલા

Rajkot,તા.11 ગુજરાતમાં આ વર્ષે ઘંઉ,મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં ખિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં 1250 વાહનોની લાંબી કતારો લાગી હતી અને યાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા.  આજે એક જ દિવસમાં યાર્ડમાં 80,000 મણ […]

Bhavnagar :ગ્રામ્ય પંથકમાં 78.6 % પુરૂષો, 21.4 % સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરે છે

Bhavnagar,તા.11 હાલનો જમાનો ડિજિટલ બન્યો છે. શહેરી વિસ્તારમાં નાણાંકીય વ્યવહાર મોટો વર્ગ ઓનલાઇનના માધ્યમથી કરી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં તેનું પરિવર્તન કેટલું થયું છે જે અંગે મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના એક વિદ્યાર્થીએ વિશ્લેષણાત્મક સંશોધન રજૂ કર્યું છે જેમાં ૭૮.૬ ટકા પુરૂષો અને ૨૧.૪ ટકા સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગ સેવાનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી […]

Bhavnagar :પાલિતાણા પંથકની સગીરા સાથે પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

Bhavnagar,તા.11 પાલિતાણા પંથકની ૧૫ વર્ષિય સગીરાના પ્રેમીએ તેમનો પ્રેમસંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી સગીરા સાથે આજથી ચાર માસ પૂર્વે દુષ્કર્મ આચર્યાંની પોલીસ ફરિયાદ સગીરાની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પાલિતાણા પંથકની એક ૧૫ વર્ષિય સગીરા નિકુંજ મંગાભાઈ વાળા (રહે.ગાધકડા, તા. સાવરકુંડલા, જી.અમરેલી) નામના શખ્સ સાથે પ્રેમમાં હતી. આ […]