તંત્રી લેખ…ન્યાયતંત્રની સુસ્તી

Share:

સુપ્રીમ કોર્ટે પડતર અપરાધિક કેસોના નિકાલ માટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશો નિયુક્ત કરવાની જે અનુમતિ આપી હતી, તેને અનુરૂપ કોઈપણ હાઇકોર્ટે આગળ વધવાની જરૂરિયાત ન સમજી. એમ તો સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશ નિયક્ત કરવાની સુવિધા લગભગ ચાર વર્ષ પહેલાં પ્રદાન કરી હતી, પરંતુ કોઈ પ્રગતિ ન થતાં જોઈને તેણે લગભગ એકાદ મહિના પહેલાં અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ સંબંધી શરતોમાં છૂટ પણ પ્રદાન કરી દીધી હતી. એ આશ્ચર્યજનક છે કે તેમ છતાં પણ કોઈ હાઇકોર્ટે અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં કોઈ રુચિ જ ન લીધી! શું તેનો મતલબ એ છે કે હાઇકોર્ટોને લાખો પડતર કસોનો નિકાલ કરવાની ક્યાંય કોઈ ચિંતા જ નથી? સ્થિતિ જે પણ હોય, એ ઠીક નથી કે લોકોને સમયસર ન્યાય આપવા મામલે ક્યાંય કોઈ ઉત્સાહ નથી દેખાડવામાં આવતો. એની અવગણના ન કરી શકાય ક દેશની તમામ હાઇકોર્ટોમાં લગભગ ૬૨ લાખ કેસો પેન્ડિંગ છે. તેમાંથી ૧૮ લાખ કેસો અપરાધિક . આ જ અપરાધિક કેસોના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોની અસ્થાયી ન્યાયાધીશ નિયુક્ત કરવાની અનુમતિ અને સુવિધા પ્રદાન કરી હતી. તેણે આ અનુમતિ પ્રદાન કરતાં અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ કરવાના કેટલાય કારણ પણ ગણાવવામાં આવ્યા હતા અને એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યં હતું કે જો ખાલી પદ સ્વીકૃત સંખ્યાના વીસ ટકાથી વધારે હોય તો હાઇકોર્ટો અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ કરી શકે છે.

કોઈ નથી જાણતું કે આ નિયુક્તિઓ કેમ ન કરવામાં આવી, કારણ કે દશનો કદાચ જ કોઈ હાઇકોર્ટ એવી હોય જ્યાં ન્યાયાધીશોનાં પદ ખાલી નહીં હોય. લગભગ બે મહિના પહેલાં રાજ્યસભામાં આપવામાં આવેલી જાણકારી અનુસાર વિભિન્ન હાઇકોર્ટોમાં લગભગ ૩૫૦ પદો ખાલી હતાં. એકલી ઇલાહાબાદ હાઇકોર્ટમાં કુલ ૧૬૦માંથી ૭૦થી વધારે ન્યાયાધીશોનાં પદો ખાલી હતાં. આ જ પ્રકારની સ્થિતિ અન્ય અનેક હાઇકોર્ટોની પણ હતી. આ પહેલી વાર નથી કે હાઇકોર્ટોએ ન્યાયના ચક્રનો ગતિમાન કરવામાં જરા પણ ઉત્સાહનું પ્રદર્શન ન કર્યું હોય. આના પહેલાં એવું જોવા મળ્યું હતું કે હાઇકોર્ટ અને પૂર્વ તથા વર્તમાન જનપ્રતિનિધિઓના અપરાધિક કેસોની સુનાવણી કરી રહલી એમપી-એમએલણ અદાલતોનું અપેક્ષિત નિરીક્ષણ પણ નથી કરી શકતી. યોગ્ય એ રહેશે કે સુપ્રીમ કોર્ટ અને સાથે જ કેન્દ્ર સરકાર એ જુએ કે હાઇકોર્ટો પાસેથી જે કંઈ અપેક્ષિત છે, તે કેમ નથી થઈ રહ્યું. તેની સાથે એ પણ જરૂરી છે કે ન્યાયાધીશોની નિયુક્તિની કોલેજિયમ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવે, કારણ કે ઉપલી કોર્ટોમાં સ્થાયી ન્યાયાધીશોનાં ખાલી પદોને ભરવામાં ઘણો સમય લાગે છે. એ કોઇથી છૂપું નથી કે કોલેજિયમ વ્યવસ્થામાં અનેક પ્રકારની વિસંગતિઓ છે.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *