વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સળંગ ત્રીજા દિવસે Gold and silver ના ભાવ સ્થિર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિના પગલે કિંમતી ધાતુ બજાર પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેના પગલે સોના-ચાંદી માર્કેટ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર બન્યા છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ગઈકાલે સોનું ફ્લેટ બંધ રહ્યા બાદ આજે નજીવા ઘટાડે ક્વોટ થઈ રહ્યું છે. એમસીએક્સ સોનું […]

Airtel બાદ Jio એ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં

ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા Jio એ ઈલોન મસ્કની કંપની SpaceX સાથે પાર્ટનરશિપ કરવાનું એલાન કર્યું છે.  અગાઉ એક દિવસ પહેલા Airtel એ સ્ટારલિંક સાથે આ અંગે કરાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. Jio અને સ્પેસએક્સ વચ્ચે કરાથી Jio તેના ગ્રાહકોને સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે. જોકે આ સેવાની શરૂઆત ભારત સરકારની […]

નાણાકીય વર્ષ દરમિયાન Dollar સામે રૂપિયામાં 4.5 ટકાનો, 2025માં 1.97 ટકાનો ઘટાડો

નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (એનડીએફ) માર્કેટમાં યુએસ ડોલરની મજબૂત માંગને કારણે ડોલર સામે રૂપિયો તીવ્ર ઘટાડો થયો. ગયા સોમવારે રૂપિયો ૦.૫૨ ટકા નબળો પડયો હતો, જે બે અઠવાડિયામાં સૌથી મોટો ઘટાડો હતો. એક ખાનગી બેંક ડીલરે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે લગભગ ૩-૪ બિલિયન ડોલર એનડીએફ પાકશે, જેના કારણે ડોલરની માંગ વધુ છે. એશિયન કરન્સીમાં રૂપિયાનું પ્રદર્શન […]

IndusInd Bankને પોર્ટફોલિયોમાં નુકસાનની દહેશતથી શેરના ભાવ 27 ટકા તૂટયા

Mumbai,તા.12 ડેરિવેટિવ્સ પોર્ટફોલિઓમાં વિસંગતતા જોવા મળી હોવાની જાહેરાત બાદ ખાનગી ક્ષેત્રની પાંચમી મોટી બેન્ક ઈન્ડસઈન્ડ બેન્કના શેરભાવમાં મંગળવારે ૨૭ ટકાથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો.   ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગમાં વિસંગતતા બહાર આવતા રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને વેચવાલીનો મારો આવ્યો હતો. મંગળવારે   એનએસઈ પર શેરભાવ ઉપરમાં રૂપિયા ૮૧૦.૪૫ અને નીચામાં રૂપિયા ૬૪૯ થઈ રૂપિયા ૬૫૫.૯૫ બંધ […]

Rajkot Ragging: 8-9 વિદ્યાર્થીઓએ મળીને રૂમમાં બંધ કરી ઢોર માર માર્યો

Rajkot,તા.12  દેશના કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાત રાજ્યમાં હવે વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી રહ્યાં. રાજ્યમાં એક અઠવાડિયામાં ત્રીજી રેગિંગની ઘટના સામે આવી છે. પચ્છમ અને ભાવનગર બાદ હવે રાજકોટમાંથી રેગિંગની ઘટના સામે આવી છે. રાજકોટની સ્કૂલ ઑફ સાયન્સમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે રેગિંગ કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. જૂનાગઢના વિદ્યાર્થીને હોસ્ટેલના 7 થી વધારે […]

Jamnagarમાં મીઠાઈની દુકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે અફડાતફડી

Jamnagar,તા.12 જામનગરમાં બેડીગેઇટ જેવા ભરચક વિસ્તારમાં સુપર માર્કેટ પાસે આવેલી એ-વન સ્વીટ નામની મીઠાઈ ફરસાણની દુકાનમાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં મીઠાઈ બનાવવામાં આવી રહી હતી, જે દરમિયાન એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થવાના કારણે આગ લાગી હતી, અને ભારે અફડાતફડી સર્જાઇ હતી. બેડી ગેઇટ જેવા ભરચક વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાના કારણે લોકોના ટોળા […]

Jamnagarમાં ટ્રાફિક શાખા દ્વારા તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ અંગે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ

Jamnagar,તા.12  ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને શહેરી વિસ્તારમાં અને હાઇવે રોડ પર ટુ-વ્હીલર વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના ન નીકળે, તે અંગે વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, તેના ભાગરૂપે આજે જામનગર શહેરમાં મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જામનગર શહેરની તમામ સરકારી કચેરી કે જેના મુખ્ય પ્રવેશ દ્વારે ટ્રાફિક શાખાની અલગ અલગ ત્રણ […]

Jamnagar બે શ્રમિક પૈકી એકનું માથું બેલ્ટમાં ફસાઈ જતાં કરુણ મૃત્યુ

Jamnagar,તા.12 જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને બાલંભા વિસ્તારમાં જ આવેલી ચોગલે સોલ્ટ કંપનીમાં મજૂરી કામ કરી રહેલા વિપુલભાઈ ગાંડુભાઈ ગણેશિયા (ઉં.વ.28) અને તેના મોટાભાઈ ખેંગારભાઈ ગાંડુભાઈ ગણેશિયા કે જેઓને ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં ચોગલે કંપનીના વોશિંગ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા, જે દરમિયાન ગોઝારો અકસ્માત બન્યો હતો. ઉપરોક્ત કામકાજ […]

Jamnagarના RTI એક્ટીવીસ્ટ સામે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે પતાવી દેવાની ધમકી

Jamnagar,તા.12 જામનગરમાં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કલ્પેશ વિનોદરાય આસાણીએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોનમાં અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપવા અંગે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર બેડીમાં રહેતા અનવર ઇસ્માઈલભાઈ કુંગડા સામે ફરિયાદ નોંધાવી હતી, તેમાં કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ કોન્ટ્રાક્ટરની પણ વળતી ફરિયાદ લેવાય છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા […]

Suratમાં પાલનપોર મેટ્રોના સિમેન્ટ પ્લાન્ટમાંથી ઉડતી સિમેન્ટ સ્થાનિકોના આરોગ્ય માટે જોખમી

Surat,તા.12 સુરત પાલિકાના સરથાણા બી ઝોનની એક રહેણાંક સોસાયટીમાં સિમેન્ટ રેડી મિક્સ પ્લાન્ટ સામે લોકોના વિરોધ બાદ આ પ્રકારનો વિરોધ રાંદેર ઝોનના પાલનપોર વિસ્તારમાં બહાર આવ્યો છે. સરથાણાની જેમ પાલનપોર વિસ્તારના લોકો પણ આ પ્લાન્ટથી કંટાળી ગયા છે. પાલનપોર મેટ્રોના સિમેન્ટ પ્લાન્ટમાંથી ઉડતી સિમેન્ટ સ્થાનિકોના આરોગ્ય માટે જોખમી બની ગયો છે. સ્થાનિકોની અનેક ફરિયાદ બાદ […]