Priyanka Chopra પોતાની મરાઠી ફિલ્મના પ્રચાર માટે સ્વદેશ આર્વી

Share:

જી લે જરા પ્રોજેક્ટ રિવાઈવ થવાની આશા

કોઈ પણ પ્રકારની પૂર્વઘોષણા વિના અચાનક જ મુંબઈ એરપોર્ટ પર દેખાઈ

Mumbai,તા.29

પ્રિયંકા ચોપરા અચાનક સ્વદેશ આવી પહોંચતાં તેના ચાહકો નવાઈ પામ્યા હતા. તે  પોતાના પ્રોડ્ક્શન હેઠળની મરાઠી ફિલ્મ ‘પાણી’ના પ્રચાર માટે આવી હોવાનું કહેવાય છે.

પ્રિયંકાએ  સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈ રીતે પોતાના સ્વદેશ આગમનનો ઈશારો આપ્યો ન હતો. અચાનક જ તે એરપોર્ટ પર દેખાઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

અભિનેત્રી કોઈ  નવા પ્રોજેક્ટ માટે આવી હોવાની પણ અટકળ થઇ રહી છે . કેટલાક ચાહકોએ આશા  વ્યક્ત કરી હતી  કે પ્રિયંકા ‘જી  લે જરા’ પ્રોજેક્ટ રિવાઈવ થાય તે માટે આવી હોય તો સારુ. પ્રિયંકા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફનુ કાસ્ટિંગ ધરાવતી ફરહાન અખ્તરની આ ફિલ્મ લાંબા સમયથી અટવાઈ પડી છે. ફરહાનને ત્રણેય હિરોઈનોની સામટી તારીખો મળતી નથી અને તે પોતે પણ હવે ‘ડોન થ્રી’ની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *