સમાજવાદી પાર્ટીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલીવાર ૨ નગરપાલિકા પર રાજ કરશે
Gandhinagar,તા.૧૮
૧ મનપા અને ૬૬ નગરપાલિકામાંથી ૩૪ નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ ૧૬૭૭ બેઠકોમાંથી ૧૦૦૧ બેઠકો પર ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. ૬૮માંથી ૯૭ નગરપાલિકાના પરિણામ જાહેર થયાં ૯૦ નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો આ વચ્ચે કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ વિચારી ન શકે તેવા પરિણામોમાં ઉલટફેર જોવા મળ્યો છે. સત્તા ભલે ભાજપ પાસે ગઈ છે, પરંતુ કેટલાક પરિણામોએ તો ભાજપને પણ ચોંકાવી દીધા છે. આ ચૂંટણીથી ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનો ઉદય થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી પાસે સત્તા ગઈ છે.ગુજરાતની બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ, છોટાઉદેપુરમાં સમાજવાદી પાર્ટીના ૬ ઉમેદવાર વિજેતા બન્યા છે. પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ ૨૦ અને ભાજપે ૮ સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ ૧૪ અને ભાજપે ૧૦ સીટ પર વિજય મેળવ્યો છે.રાણાવાવ નગરપાલિકા કુલ બેઠક : ૨૮ ૦૮ બેઠક – ભાજપ ,૨૦ બેઠક – સમાજવાદી પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મૂફીર શેખની ૧ વોટથી જીત થઈ છે. ઉમેદવાર મૂફીર શેખની એક વોટથી જીત થતા તેમના સમર્થકો ભાવુક બન્યા હતા. આ ચૂંટણીમાં ૧ વોટનું પણ મહત્વ સમજાયું છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે પહેલીવાર સમાજવાદી પાર્ટીના ૬ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તમામ ૬ ઉમેદવારોની જીત થતા ઉમેદવારોમાં ખુશી છવાઈ છે. સમાજવાદી પાર્ટીની જીત થતા ઉમેદવારોએ લોકોનો આભાર માન્યો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૩૫ થી વધુ નગરપાલિકામાં કમળ ખીલ્યું છે. પરંતું જ્યાં ભાજપ હાર્યું છે ત્યાં ભૂંડે હાલ હાર્યું છે. અનેક નગરપાલિકાઓમાં ભાજપની શરમજનક હાર કહી શકાય. ભાજપની સૌથી મોટી હાર સલાય નગરપાલિકામાં થઈ છે. ભાજપે સલાયામાં ફેરવેલું બુલડોઝર ભારે પડ્યું છે. સલાયાની જનતાએ ભાજપને સમ ખાવા પૂરતી પણ બેઠક ન આપી. સલાયામાં ભાજપ હાર્યું છે. તો અહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે. સલાયા નગરપાલિકાની કુલ ૨૮ બેઠકમાંથી આમ આદમી પાર્ટીને ૧૩ બેઠક મળી છે, જ્યારે ૧૫ બેઠક કોગ્રેસને મળી છે. જે બતાવે છે કે, અહીં ભાજપે ચલાવેલું બુઝડોઝર ભારે પડ્યું છે. એક તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે સલાયામાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ છે. જોકે, અહી છેલ્લી સુધી રસાકસીભર્યો માહોલ રહ્યો હતો. આપ જીતતા જીતતા રગી ગયું, અને કોંગ્રેસ ફાવી ગયું. અંતે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે.
સલાયા નગર પાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવશે. સલાયા નગર પાલિકામાં ૭ વોર્ડની ૨૮ બેઠકોમાંથી ૧૫ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ, જ્યારે ૧૩ બેઠકો આપ પાર્ટીના ફાળે ગઈ છે. સલાયા નગર પાલિકામાં ભાજપનું ખાતું ખૂલ્યું નહીં. આમ, ભાજપની સલાયા નગર પાલિકામાં કારમી હાર થઈ છે.
અંબાણીના ગામના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-૮માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. ચોરવાડના વોર્ડ નંબર-૩માં વિમલ ચુડાસમાનો પરાજય થયો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીની જીત થઈ છે. જુનાગઢના પ્રખ્યાત કોટેચા પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવાર અને ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી તરફ. ૨૪ સીટમાંથી ૧૪ સીટો પર ભાજપનો ભવ્ય વિજય તરફ. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે
પાટણ રાધનપુર નગરપાલિકા ભાજપે છીનવી લીધી. રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. અહીં છેલ્લા ૧૦ વર્ષથી રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસનું શાસન હતું. રાધનપુર નગરપાલિકાની કુલ ૨૮ બેઠક હતી. જેમાં ભાજપને ૧૭ બેઠક મળી છે. કોંગ્રેસ ૩ બેઠકમાં સમેટાયું છે. આંકલાવનું પરિણામ તમામ રાજકીય પક્ષોને ચોંકાવી દે તેવું છે. અહી જનતાએ કોઈ પક્ષને બહુમતી આપી નથી. આંકલાવમાં ૧૩ બેઠકો પર અપક્ષનો વિજય થયો છે. આંકલાવ નગરપાલિકાની કુલ બેઠક ૨૪ માંથી ભાજપ ૦૩ બેઠક મળી છે. જ્યારે કે કોંગ્રેસનું તો ખાતુ પણ નથી ખૂલ્યું. પરંતું અપક્ષ ૧૩ બેઠકો પર વિજયી બન્યા છે.
ડાકોર નગરપાલિકાની મતગણતરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પરંતુ અહીં ચોંકાવનારુ પરિણામ આવ્યું છે. યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષને સરખે સરખી બેઠકો મળી છે. ડાકોર નગરપાલિકાની ભાજપે પાંચ સીટ બિનહરીફ મેળવી હતી. ૨૮ સીટમાંથી બિનહરીફ સહિત ૧૪ સીટ મળી ભાજપને તો ૧૪ સીટ ઉપર અપક્ષનો વિજય થયો છે.
ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં વર્ષો બાદ ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. ૨૪ સીટમાંથી ૧૪ સીટો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહુધા નગરપાલિકામાં શાસન કરશે.
મહુધા પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ બેઠક પર ભાજપ એક પણ વખત જીતી શક્યું ન હતુ. મહુધામાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય છે. પરંતુ અંતે ભાજપે મહુધામાં જીત હાંસિલ કરી લીધી છે. કોઈ માની ન શકે કે મહુધાના ઈતિહાસમાં ભાજપની આ પહેલી જીત છે. આ જીત બાદ ભાજપ પહેલીવાર મહુધા નગરપાલિકા પર શાસન કરશે.
મહુધા પાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા પાલિકામાં ભગવો લહેરાયો છે. કુલ ૦૬ વોર્ડની ૨૪ બેઠક છે. જેમાં ભાજપના ફાળે ૧૪ બેઠક ગઈ છે જ્યારે અન્યના ખાતામાં ૧૦ બેઠક ગઈ છે.