બોર્ડર વટાવી ભારતમાં ઘૂસ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો, BSF

Share:

New Delhi,તા.05

ભારત-બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લાદેશીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર સતત બે હુમલા કર્યા છે. આ હુમલો ચોથી અને પાંચમી ફેબ્રુઆરીની રાત્રે થયો હતો. પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં સરહદ પર આવેલા મલિકપુર ગામમાં મધ્યરાત્રિએ બાંગ્લાદેશીઓ દાણચોરી અને લૂંટ ચલાવવા માટે આવ્યા હતા.

એક બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયો

અહેવાલો અનુસાર, બીએસએફએ મધ્યરાત્રિએ આ ઘૂસણખોરો પડકાર્યા, ત્યારે આ બાંગ્લાદેશીઓએ બીએસએફ સૈનિકોને ચારે બાજુથી ઘેરી લીધા અને તલવારો, ખંજરથી તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બીએસએફના જવાનો દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કર્યો. આ હુમલામાં BSF જવાન ઘાયલ થયા છે જ્યારે એક બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાઈ ગયો છે.

બાંગ્લાદેશીઓ 6 કલાકમાં બે વાર ઘૂસ્યા

અહેવાલો અનુસાર, આ બાંગ્લાદેશીઓ ખંજર, તીક્ષ્ણ હથિયારો અને અન્ય વસ્તુઓથી સજ્જ હતા. માત્ર 6 કલાકમાં તેમણે બીએસએફ પર બે વાર હુમલો કર્યો. પહેલો હુમલો રાત્રે 12 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વહેલી સવારે બાંગ્લાદેશીઓ ફરી આવ્યા. બંને વખત બીએસએફ એ તેમને માર માર્યો અને ભગાડ્યા. ચોથી અને પાંચમી ફેબ્રુઆરીની રાત્રે, કેટલાક બાંગ્લાદેશીઓ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા. આ બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી અને દાણચોરીના ઇરાદાથી દક્ષિણ દિનાજપુરના મલિકપુર ગામમાં પ્રવેશ્યા હતા.

BSF જવાનોને ઘેરી લીધા

પાંચમી ફેબ્રુઆરીની વહેલી સવારે મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા. તેણે દક્ષિણ દિનાજપુરના મલિકપુર ગામને નિશાન બનાવ્યું. આ વખતે તેઓ ભારે હથિયારો સાથે આવ્યા હતા. આ બાંગ્લાદેશીઓ પાસે ખંજર અને લાકડીઓ સહિત ઘણા હથિયારો હતા. ત્યારબાદ બીએસએફએ  આ બાંગ્લાદેશીઓ પર ગોળીબાર કર્યો. ગોળીઓ શરૂ થતાં જ બાંગ્લાદેશીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા. તમને જણાવી દઈએ કે ઘટના દરમિયાન સરહદ પર ગાઢ ધુમ્મસ હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *