રન કે વિકેટમાં નહીં પણ નેટવર્થમાં Gujarati cricketer Virat Kohli ને પાછળ છોડ્યો, રાતોરાત કિસ્મત ચમકી

Share:

Mumbai,તા.16

ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. તેની નેટવર્થ કોઈથી પણ છુપાયેલી નથી. જો કે હવે વિરાટ કોહલી કરતા પણ વધુ અમીર ગુજરાતનો ક્રિકેટર અજય જાડેજા બની ગયો છે. તેણે નેટવર્થના મામલામાં કોહલીને પણ પાછળ છોડી દીધો છે. હાલમાં જાડેજા હવે વિરાટ કોહલી કરતા પણ વધુ અમીર બની ગયો છે.

રાતોરાત અજય જાડેજાની નેટવર્થમાં વધારો 

હકીકતમાં તાજેતરમાં અજય જાડેજાને જામનગર(નવાનગર)ના નવા જામ સાહેબ બનાવવામાં આવ્યો છે. હવેથી તે જામનગરના નવા જામ સાહેબ તરીકે ઓળખાશે. આ પદ સંભાળ્યા બાદ જાડેજાની નેટવર્થ વધીને 1450 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જામ સાહેબ બનતા પહેલા જાડેજાની કુલ સંપત્તિ લગભગ 250 કરોડ રૂપિયા હતી. પરંતુ હવે તેની નેટવર્થમાં 1200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કોમેન્ટ્રી ઉપરાંત જાડેજાની આવકનો મુખ્ય સ્ત્રોત કોચિંગ પણ છે. પરંતુ હવે તેનું નસીબ બદલાઈ ગયું છે.

શત્રુશલ્યસિંહ જાડેજાએ કરી અજય જાડેજાની પસંદગી

જામનગરના પૂર્વ જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ તેમના અનુગામી તરીકે અજય જાડેજાની પસંદગી કરી હતી. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ‘દશેરાના આ શુભ અવસર પર મારી બધી મૂંઝવણોનો અંત આવ્યો છે. અને હું જામ સાહેબ તરીકે અજય જાડેજાને પસંદ કરું છું. હું આશા રાખું છું કે તેઓ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.’

અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી

અજય જાડેજા પોતાની કારકિર્દીની શરૂઆત સન 1992માં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમીને કરી હતી. તેણે ભારત માટે 15 ટેસ્ટ રમી 26.18ની સરેરાશથી 576 રન બનાવ્યા છે. જયારે 196 વનડે મેચમાં જાડેજાએ 37.47ની સરેરાશથી 5359 રન બનાવ્યા હતા. 4 અડધી સદી ઉપરાંત તેણે ટેસ્ટમાં 6 સદી પોતાના નામે કરી છે. તેણે ભારત માટે છેલ્લી મેચ વર્ષ 2000માં રમી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *