Siddharth and Janhvi ની ફિલ્મનું ટાઈટલ પરમ સુંદરી નક્કી થયું

Share:

પરમ સુંદરી હળવી રોમાન્ટિક ફિલ્મ હશે

આવતા મહિનાથી શૂટિંગ શરુ થશે, તુષાર જલોટા દિગ્દર્શન કરશે 

Mumbai,તા.04

સિદ્ધાર્થ મલ્હોત્રા એક્શન સ્ટાર તરીકે પ્રસ્થાપિત થવામાં નિષ્ફળ ગયા બાદ રોમાન્ટિક ફિલ્મોના જોનર તરફ પાછો ફર્યો છે. તેણે જાહ્નવી કપૂર સાથે એક ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું ટાઈટલ ‘પરમ સુંદરી’ નક્કી થયું હોવાનું જાણવા મળે છે.

સિદ્ધાર્થ અને જાહ્નવી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મનું ટાઈટલ સૂચવે છે તેમ  આ એક રોમાન્ટિક કોમેડી હશે. જોકે, ફિલ્મની વાર્તા વિશે હજુ  ઝાઝી વિગતો જાહેર થઈ નથી.

ફિલ્મ આવતા મહિને ફલોર પર જશે. તેનું દિગ્દર્શન તુષાર જલોટા કરવાના છે.

સિદ્ધાર્થ અને જાહ્નવી બંને પોતપોતાની રીતે કારકિર્દીમાં પડકારોનો સામનો કરી રહ્યા છે. સિદ્ધાર્થ લાંબા સમયથી કોઈ હિટ ફિલ્મ આપી શક્યો નથી. બીજી તરફ જાહ્નવીની કારકિર્દી પણ અપેક્ષિત સ્કેલ પર આગળ વધતી નથી. સિદ્ધાર્થ ર્ અને જાહ્નવી બંને કરણ જ ોહરના કેમ્પમાં હોવાથી તેમને નિષ્ફળતાઓ છતાં સતત ફિલ્મો મળતી રહે છે.

તુષાર જલોટાએ સંજય લીલા ભણશાળીની ‘રામ લીલા’ તથા ‘પદ્માવત’ જેવી ફિલ્મોમાં એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. જોકે, તેમણે સ્વતંત્ર દિગ્દર્શક તરીકે અભિષેક બચ્ચનને  લઈને બનાવેલી ‘દસવી’ ફિલ્મ મહાબોરિંગ સાબિત થઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *