મંત્રીઓ ફિલ્ડમાં રહે : કચેરીઓની કામગીરીની માહિતી મેળવે :CM

Share:

Ahmedabad,તા.09

ગુજરાતમાં હવે વિધાનસભાના બજેટ સત્ર બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ યોજાશે તે નિશ્ચિત બન્યા બાદ રાજય સરકારના બજેટમાં પણ તેનું પ્રતિબંધ પડશે. તે સમયે મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ ફિલ્ડમાં રહીને તેમના હેઠળના વિભાગોનો સરકારી કચેરીઓની ‘સરપ્રાઈઝ’ વિઝીટ લઈને તંત્રની કામગીરી સુધરે તે જોવા અને તેમના મંત્રાલયના બજેટનો પણ પુરો અને જે હેતુથી ફાળવણી થઈ છે તે ખાસ જોવા તાકીદ કરી છે.

દરેક મંત્રીને પોત-પોતાના વિભાગો હેઠળની કચેરીઓની આકસ્મિક મુલાકાતો લેવાની પણ સૂચના આપી હતી. જેમાં કહેવાયું હતું કે, મંત્રીઓને કોઈપણ કચેરીની આકસ્મિક મુલાકાત દરમિયાન કર્મચારીઓ કે અધિકારીઓની નબળી કામગીરી કે જો કોઈ ગેરરીતિ સામે આવે તો તેની સામે નિયમાનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવા તથા પોત-પોતાના વિભાગની કામગીરી અંગેનો ફીડબેક મેળવીને જરૂર પડયે તેમાં સુધારો કરવા ઉપરાંત દરેક વિભાગોની યોજનાકીય કામગીરી, બાકી રહેતા કામોમાં ઝડપ લાવીને પુરા કરાવવા અંગે પણ મુખ્યમંત્રીએ સૂચના દરેક મંત્રીઓને આપી હતી.

તેમણે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતોની બાકી રહેલી ચુંટણીઓ માટે સર્વથા તૈયાર રહેવાની ખાસ તાકીદ કરી હતી.

વિભાગોની યોજનાકીય કામગીરી, બાકી રહેતા કામોમાં ઝડપ લાવીને પૂરા કરાવવા અંગે પણ મુખ્યમંત્રીએ સૂચના દરેક મંત્રીઓને આપી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને પોત-પોતાના વિભાગો હેઠળની કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવાની તાકીદ કરી હતી અને દરેક મંત્રીઓને તેમના વિભાગની બજેટીય યોજનાઓના ઝડપી અમલ-બાકી રહેતી કામગીરી, બાકી રહેતી યોજનાઓને ઝડપથી પુરી કરવાની અને બજેટમાં કરાયેલી વિભાગીય જોગવાઈઓ મુજબના ખર્ચ બાબતે પણ સૂચના આપી હતી.

તાજેતરમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર એસટી ડેપોની જે રીતે આકસ્મિક મુલાકાત લીધી હતી. તેવી જ રીતે દરેક મંત્રીઓએ પણ પોતાના વિભાગ હેઠળની કચેરીઓની આકસ્મિક મુલાકાતો લઈને અધિકારીઓ-કર્મચારીઓમાં ધાક બેસે અને તેઓ પોતાની ફરજ હેઠળના કામો પ્રત્યે ફરજરત થાય તેવી પણ સૂચના આપી હતી.

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ આવી રહી છે ત્યારે મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને ફિલ્ડ વર્ક કરવાની તાકીદ કરી હતી. વિભાગીય કચેરીઓની આકસ્મિક મુલાકાતો લઈને તેમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડે તો તેમની સામે પગલાં ભરવાની અને મંત્રીના વિભાગોની કામગીરીનું ફીડબેક મેળવવાની પણ મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને સૂચના આપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *