New Delhi તા.11
ભારત અને અમેરિકા વચ્ચેના કવાડ સહિતની સમજુતીઓમાં આ વર્ષના અંતે ભારતમાં કવાડ રાષ્ટ્રોની શિખર બેઠક યોજાનાર છે તે પુર્વે અમેરિકી સુરક્ષા અને સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલા સીનીયર અધિકારીઓ અને મંત્રીઓના ભારતમાં પ્રવાસ શરુ થઈ ગયા છે.
તેમાં હાલમાં જ અમેરિકી ઈન્ટેલીજન્સ વિભાગના વડા તરીકે નિયુક્ત થયેલા તુલસી ગબાર્ડ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પ શાસને તુલસી ગબાડને આ મહત્વના પદ પર જવાબદારી સોંપ્યા બાદની તેમની આ પ્રથમ વિદેશ મુલાકાત છે.
તેઓ જાપાન, થાઈલેન્ડ અને ભારતની મુલાકાત લેનાર છે. 43 વર્ષીય તુલસી ગબાર્ડ અમેરિકી સૈન્યના પુર્વ સૈનિક છે અને ત્રણ વખત તેણે ઈરાક યુદ્ધમાં ભાગ લીધો હતો અને આફ્રિકા અને મધ્યપુર્વમાં પણ લશ્કરી ફરજ બજાવી છે.
તેઓ અમેરિકી સંસદમાં ચુંટાનાર પ્રથમ હિન્દુ છે. જો કે તેઓનું કુટુંબ એક સદીથી અમેરિકા ચાલ્યુ ગયુ હતું અને તેથી તેમને ભારત સાથે ભાગ્યે જ કોઈ સંબંધ છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા તે સમયે સૌપ્રથમ તેઓની મુલાકાત તુલસી ગબાડ સાથે યોજાઈ હતી.