Morbi,તા.31
નવાપરા ખડીપરામાં આવેલ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી મહિલા સહિતના ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નવાપરા ખડીપરામાં રામાપીર મંદિર પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા દીપક નરેન્દ્રદાસ નિસાદ, સરમન નરેન્દ્રદાસ નિસાદ, બલવાન ઉદલસિંગ નિસાદ અને શાંતીબેન ભીમજીભાઈ રાઠોડ રહે બધા વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૫૨૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે