ગુજરાતમાં ગામડાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ, Rishikesh Patel

Share:

Gandhinagar,તા.૧૧

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ-૧ ના વિવિધ સંવર્ગની ૧૧૪૬ જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી ઝ્ર.ૐ.ઝ્ર.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની ૯૪૭ જગ્યાઓ છે.

રાજ્યના પીએચસી અને સીએચસીમાં વર્ગ-૧ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રર કચેરી દ્વારા દરરોજ વોક ઇન ઇન્ટરવ્યુ લઇ છેલ્લા ૨ વર્ષમાં ૧૨૭ નિમણૂંક આપવામાં આવી છે.  જેમને રૂ. ૧૩૦૦૦૦ ફિક્સ પગાર આપવામાં આવે છે. પી.જી. બોન્ડ ડ્યુટી ૧ વર્ષ માટે આપવામાં આવે છે. હાલમાં ૪૨૦ તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુ છે. સીપીએસ (સ્પેશ્યાલિસ્ટ તબીબ)ને બોન્ડ ટ્યુટી (૧ વર્ષ માટે) મુકવામાં આવે છે. અંદાજે ૧૦૦ નવા સી.પી.એસ. ઉમેદવારો નજીકના સમયમાં ઉપલબ્ધ થનાર છે. બોન્ડેડ સીપીએસને રૂ. ૭૫૦૦૦ / માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.  વધુમાં સીએમ સેતુ  દ્વારા પણ તબીબોની સેવા ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં લેવામાં આવે છે.

વધુમાં પીએચસી અને સીએચસી ખાતે વર્ગ-૨ ના તબીબો સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જીપીએસસી મારફત સીધી ભરતી માટે કુલ ૧૯૨૧ જગ્યાઓની જાહેરાત કરાઇ છે. વર્ષ ૨૦૨૫માં તબીબો ઉપલબ્ધ થશે. વર્ષ ૨૦૨૪માં એમ.બી.બી.એસ. પૂર્ણ કરનાર ૩૧૩૬ ડૉકર્સ પૈકી ૩૦૩૯ને બોન્ડેડ નિમણૂંક અપાઇ છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રોે ખાતે વર્ગ/૩ની પેરા મેડિકલ સંવર્ગની ૮૬૫ જગ્યાઓ માટેના માંગણાપત્રકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલવામાં આવશે. નર્સિંગ સંવર્ગની ૧૯૦૨ જગ્યાઓ માટે જી.ટી.યુ. દ્વારા પરિક્ષા લેવામાં આવી છે. જેનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગ ૩ સંવર્ગની જગ્યાઓ પંચાયત વિભાગ હસ્તક હોઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.  ડ્રાઈવર વર્ગ/૩ અને વર્ગ/૪ની જગ્યાઓ પર આઉટસોર્સિંગથી સેવાઓ લેવામાં આવે છે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *