Washington,તા.1
અમેરિકામાં ગત વર્ષે સંપન્ન થયેલી પ્રમુખપદની ચુંટણીમાં વિદેશી ડખલ થઈ હોવાના સ્વીકાર બાદ બાઈડન તંત્રએ તેમાં રશીયા અને ઈરાનની સંસ્થાઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.
અમેરીકી ટ્રેઝરીનાં જણાવ્યા મુજબ ઈરાનના ઈસ્લામીક રીવોલ્યુશન ગાર્ડ, કોર્પ્સની સહાયક કંપની અને રશીયાનાં સૈન્યની એક ગુપ્તચર એજન્સીનાં એક સહયોગી સંસ્થાનો સમાવેશ થાય છે.આ તમામે ચૂંટણી સમયે ખોટી ગેરમાર્ગે દોરતી માહીતી અમેરિકામાં ફેલાવવા કોશીશ કરી હતી.
તે રીતે મતદારોને પ્રભાવીત કરવાનો આ પ્રયાસ કર્યો હતો રશીયાની એક સંસ્થા ફેક ન્યુઝનાં સહારે ખોટી માહીતી આપવા પ્રયાસ કરી રહ્યા હતા તથા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ખોટા આરોપો વાયરલ કર્યા હતા. અમેરિકી ટ્રેઝરીનાં ડીરેકટર-સચીવ-બ્રેડલી સ્મિથે જણાવ્યુ કે ઈરાન અને રશીયાની સરકારોએ ચૂંટણી પ્રક્રિયા પર પ્રભાવ પાડવાની કોશીશ કરી હતી.
આ સંસ્થાઓએ રશીયાની સેન્ટર ફોર જીયો પોલીટીકસ એકસર્ટીઝ જે રશીયન સૈન્ય સાથે સહયોગ કરીને કામ કરે છે તેણે ફેક ન્યુઝ માટે નાણા પુરા પાડયા હતા તેઓએ 100 સેબસાઈટ સાથે એક ગ્રુપ બનાવ્યુ હતું.
જે મારફત આ પ્રકારે ચૂંટણી પ્રભાવીત કરવા કોશીશ કરી હતી અને તેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો પણ ઉપયોગ થતો હતો જયારે ઈરાનની કાગ્નિટીન ડીઝાઈન પ્રોડકશન સેન્ટરની ભુમિકા પણ રડાર હેઠલ હતી અને તેને પ્રતિબંધીત જાહેર કરવામાં આવી છે.