New Delhi,તા,31
દેશમાં આવતીકાલે રજુ થનારુ કેન્દ્રીય બજેટ અગાઉના તમામ બજેટ કરતા આ દશકાનું સૌથી અલગ બજેટ હોવાના સંકેત છે. નાણામંત્રી નિર્મલા સીતારામન તેમનું સતત આઠમુ બજેટ રજુ કરનાર છે અને કેન્દ્રની મોદી 3.0 સરકાર માટે હવે ઘરઆંગણે ધીમા પડેલા અર્થતંત્ર અને વૈકલ્પિક રીતે ટ્રમ્પ ઈફેકટ વચ્ચે ભારતની વિકાસની ગતિને વેગ આપે અને ગગડતા જતા રૂપિયાને રોકવા સાથે વ્યાપાર સમતુલા જળવાઈ રહે.
દેશમાં રોજગારીનો વણસતી જતી સ્થિતિને રોકી શકાય અને મહત્વપૂર્ણ રીતે ટેરીફ વોરમાં ઘરઆંગણે મોંઘવારી વધે નહી તે તમામ પરિણામોને જોડીને બજેટ રજુ થશે તો સૌથી મહત્વપૂર્ણ રીતે આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન પર દેશના કરદાતાની છે.
જીએસટીમાં સમયાંતરે ફેરફારથી આડકતરા વેરાનો બોજો વધતો જ રહ્યો છે તો હવે આ બજેટમાં સરકાર પેટ્રોલ-ડિઝલમાં એકસાઈઝ ઘટાડીને આ ઈંધણ સસ્તા કરે છે કે પછી સરકારી તિજોરી ભરવાની નીતિ યથાવત રહે છે તેના પર પણ નજર છે.
આવકવેરામાં મોદી સરકારે ન્યુ ટેક્ષ- રીજીમના નામે તમામ કરમુક્તિઓની બાદબાકી કરીને જે ફલેટ આઈટી સીસ્ટમ અપનાવી છે તેમાં પણ હવે અનેક રાહતની માંગ છે. ખાસ કરીને સરકારે છેલ્લા 8 વર્ષમાં એક વખત સ્ટાન્ડર્ડ ડિડકશન રૂા.25000 વધાર્યા સિવાય કરદાતાને કોઈ રાહત આપી નથી જયારે જીવન ધોરણ સહિતના ખર્ચ-ફુગાવા વધતા આ લાભો લગભગ ‘નીલ’ થઈ ગયા છે.
આથી નિર્મલા સિતારામન હવે ‘ધ્યાની દેવી’ બનશે કે પછી હવા અનેક બહાલી ફેકટરને ધ્યાનમાં રાખી યથાવત સ્થિતિ જાળવી રાખશે તેના પર નજર છે. સરકાર માટે હવે અર્થતંત્રને નવું ઈંધણ આપવાનો આ અવસર છે જે વ્યાપક અસર પાડી શકે છે અને તેનો કેવો ઉપયોગ કરે છે તેના પર હવે શેરબજારની પણ નજર રહેશે.