Rajkot:ચેક રિટર્ન કેસમાં માતા – પુત્રને 6 માસની સજા

Rajkot, તા.5 રાજકોટમાં બાલમુકુંદ એન્ટરપ્રાઈઝ, રાજદેવ શેરી, સાંગણવા ચોક ખાતે રહેતા રાહીલ ચેતન નાગ્રેચા અને પુષ્પાબેન ચેતન નાગ્રેચા બંનેને ચેક રિટર્ન કેસમાં કોર્ટે 6 માસની કેદની સજાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, બંને આરોપી દીનાનાથ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના સભાસદ હતા. તે દરજજે જાત-જામીનની લોન લીધેલ. જેમાં રાહીલે લોનના ચડત હપ્તા પેટે રૂ.34,075નો ચેક આપેલો. […]

Rajkot:શંકર-પાર્વતી સ્વામીના સેવક : BAPS ના પુસ્તકમાં મહાદેવના અપમાન

Rajkot તા.5 BAPS સ્વામી નારાયણ સંપ્રદાયના નિલકંઠ ચરિત્ર પુસ્તકમાં દેવાધીદેવ મહાદેવ અને પાર્વતી માતાને સ્વામિના સેવક તરીકે દર્શાવાતા બ્રહ્મસમાજમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠયો છે. દેવાધિદેવ મહાદેવના અપમાનથી બ્રહ્મ સમાજના યુવા અગ્રણી મિલન શુકલાએ જણાવ્યું હતું કે, મહાદેવનું આ અપમાન કરનાર સ્વામિ નારાયણ સંપ્રદાયના સંતોને પાઠ ભણાવાશે. સ્વામિ નારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર સનાતન ધર્મ અને ભારતીય […]

Kutchજીલ્લા કલેકટર અરોરાની બદલી, આનંદ પટેલની નિમણૂંક

Rajkot, તા.૪ કચ્છ જીલ્લા કલેકટરપદે ફરજ બજાવતા (રાજકોટના પૂર્વ મ્યુનિ.કમિશ્નર)અમિત અરોરાની રાજ્યના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા બદલીનો આદેશ કરી અરોરાના સ્થાને નાણા વિભાગમાં કાર્યરત આનંદ બી.પટેલને કચ્છ જીલ્લા કલેકટરપદે નિયુકત કરવામાં આવેલ છે. અમિત અરોરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટકર્તા પદે નિયુકત કરાયા છે. એસ.ઓ.યુ.ના વિકાસ માટેની તમામ સત્તાઓ અરોરાને સોંપવામાં આવેલ છે.

વિધર્મીએ સગીરાને ફસાવી અપહરણ કર્યું, દુષ્કર્મ અને POCSOનો નોંધાયો ગુનો

રાજકોટ,તા.૪ રાજકોટના રેલનગર વિસ્તારમાં ટ્યુશનમાં ગયેલ ૧૫ વર્ષીય સગીરા ગુમ થતા માતાએ પડધરીનો વિધર્મી શખ્સ ભગાડી ગયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જ્યારબાદ સગીરા અને તેનું અપહરણ કરનાર શખ્સ સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો ખુલ્લેઆમ અપલોડ કરી સગીરાની માતા અને તેના ભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. જેથી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા […]

Rajkotમાં તરખાટ મચાવનાર સમડી બેલડી ઝડપાય, આઠ ચિલઝડપનો ભેદ ઉકેલાયો

સોનાના દાગીના, વાહન, મોબાઈલ સહીત કુલ રૂ. 4.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ Rajkot,તા.04 શહેરમાં છેલ્લા એક માસથી ચીલઝડપના બનાવો છાસવારે સામે આવી રહ્યા હતા ત્યારે શહેરમાં બનેલી કુલ આઠ ચિલઝડપની ઘટનાને અંજામ આપનાર સમડી સુનિલ ઉર્ફે આર્યા અને જીતેશ ઉર્ફે જીનીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ સોનાના દાગીના, વાહન, મોબાઈલ ફોન સહીત કુલ […]

Rajkot: મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક બે જૂથો વચ્ચે મારામારી

કચરો-એઠવાડ ફેંકવા બાબતે બે પરિવારો વચ્ચે ઝપાઝપી , અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું Rajkot,તા.04 શહેરમાં મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક બે પરિવારો વચ્ચે એઠવાડ ફેંકવા બાબતે બોલાચાલી થયાં બાદ ઝપાઝપી અને મારામારી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, મારામારી બાદ મામલો થાળે પડી જતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. મામલાની પ્રાપ્ત વિગત […]

Rajkot: ખુલ્લા પ્લોટમાં આગ ભભુકી

 ફાયર ફાઇટરો દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો Rajkot,તા.04 શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક નજીક એચસીજી હોસ્પિટલની સામેના ભાગે આવેલ ખુલ્લા પ્લોટમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ ભભુકતા ધુમાડાના ગોટેગોટા ઉઠવા પામ્યાં હતા. જેના પગલે બપોરે 1:33 વાગ્યે ફાયર બ્રિગેડને આગનો કોલ મળતા રામાપીર ફાયર […]

Rajkot: લાંચના ગુનામાં માર્ગ મકાન વિભાગના ક્લાર્કના જામીન રદ

પ્રાધ્યાપકને કવાર્ટર ઉપલબ્ધ ન હોવાનું પ્રમાણપત્ર આપવાના બદલામા રૂ.૫,૦૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા તા Rajkot,તા.04 માર્ગ મકાન વિભાગમાંથી પ્રાધ્યાપકને કવાર્ટર ઉપલબ્ધ ન હોવાનું પ્રમાણપત્ર આપવા બદલ રૂ.૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયેલા અને જેલ હવાલે રહેલા ક્લાર્ક રવિ મજેઠીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.આ કેસની હકીકત મુજબ કચ્છ ખાતે પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા […]

Rajkot: દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ

સગીરાને ઘરે આવી ડરાવી ધમકાવી વારંવાર દેહ અભડાવ્યો: મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેમ માની ન શકાય: ફરિયાદપક્ષના વકીલની દલીલ Rajkot,તા.04 15 વર્ષની તરૂણીને ધમકાવી તેના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં  દૂધ સાગર રોડ પર શ્યામનગર શેરી નંબર 3 પાસે રહેતા આરોપી વિજય ઘુસાભાઇ ડાંગરને સ્પેશિયલ પોકસો કોર્ટે આજીવન કેદની સજા અને દંડ  ફટકારતો હુકમ […]

Rajkot:યુવકની હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

વાડીમાં જમણવાર દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઢીમ ઢાળી દીધું હતું Rajkot,તા.04 કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તાર માં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે યુવકની કરપીણ હત્યાના ગુના નો કેસ ચાલી જતા અદાલતે રતનપરનો અમિત ઉર્ફે ટકો રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ભરતભાઈ ચનાભાઈ એંધાણી નામના […]