Gujarat Police:નવા DGP બનવા IPS અધિકારીઓમાં લોબિંગ શરૂ!

Ahmedabad,તા.18 ગુજરાતના ડીજીપીપદે સવા બે વર્ષનો સમયગાળો પૂર્ણ કરી વિકાસ સહાય જુન માસના અંત ભાગમાં નિવૃત્ત થવાનાં છે. તેમની નિવૃત્તિ પછી ગુજરાતના નવા પોલીસ વડા કોણ? તે સવાલ ચર્ચાનું કેન્દ્ર છે. સિનિયર મોસ્ટ ડો. સમશેરસિંઘ સેન્ટ્રલ ડેપ્યુટેશન ઉપર મુકાતાં હવે અનેક નામો ચર્ચામાં છે. 1991ની બેચના જ મનોજ અગ્રવાલની નિવૃત્તિ સપ્ટેમ્બર માસમાં છે એટલે તેમને […]

Ahmedabad શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ, ચાંગોદરથી પકડાયું કોલ સેન્ટર

Ahmedabad,તા.06 શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચાંગોદરના મોરૈયા ગામે ઘરમાં ચલાવાતાં ઠગાઈના કોલ સેન્ટરમાંથી પાંચને ઝડપ્યાં છે. પાંચ આરોપી પકડાયાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ચાંગોદરના મોરૈયા ગામે સોપાનવિલા સોસાયટીના એક ઘરમાં દરોડો પાડયો હતો. કોલ સેન્ટર ચલાવતા મુખ્ય આરોપી […]

સાઉથ કોરિયાની કંપનીના નામે ભળતો ઇમેઇલ કરી દવા કંપની સાથે ૩.૬૯ કરોડની છેતરપિંડી

બોપલમાં રહેતા ભાવિનભાઇ રાવલ ખાનગી દવા ઉત્પાદન કરતી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર છે Ahmedabad તા.૧ વિરમગામમાં દવા ઉત્પાદન કરતી કંપનીનો પ્લાન્ટ આવેલો છે. આ કંપનીની મુખ્ય ઓફિસ એસજી હાઇવે પર છે. આ દવાની કંપની વિવિધ દવાના ઉત્પાદન માટે સાઉથ કોરિયાની કંપની પાસેથી કાચો માલ ખરીદે છે. થોડા સમય પહેલાં દવાની કંપનીને એક ઇમેઇલ આવ્યો હતો. […]

પાલતુ શ્વાનોનું Registration ફરજિયાત, 1લી જાન્યુઆરીથી SCની ગાઈડલાઈનનો અમલ શરૂ

Ahmedabad,તા.13જાહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દુર કરવા વ્યંધીકરણ સહિતના પગલા લેવામાં આવે છે, પરંતુ શ્વાનોના આતંક ગંદકીના ન્યુસન્સ પર રોક લાગતી નથી. હવે પાલતુ શ્વાનો માટે પણ રજીસ્ટ્રેશનથી માંડી રસીકરણનો નિયમ આવી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશને તા.1થી આ નિયમના પાલનની જાહેરાત કરી છે તો ઘરથી માંડી સોસાયટીમાં પાલતુ શ્વાનો પણ ઘણી જગ્યાએ ત્રાસ ફેલાવતા હોય આવા […]

સરકારની Old Pension યોજના લાગુ કરવાની જાહેરાતનું સુરસુરિયું!

જૂની પેન્શન યોજનાને અમલી બનાવવા માટે સરકાર અગાઉ જાહેરાત કરી દીધી છે, છતાં તેનો ઠરાવ કરવામાં આવ્યો નથી Ahmedabad, તા.૭ નૂતન વર્ષની શરૂઆત સાથે જ ફરી એક વાર જૂની પેન્શન યોજનાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ફરી એકવાર જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી છે. જોકે જૂની પેન્શન યોજનાને અમલી બનાવવા માટે […]

Ahmedabad ની નવી પોલીસ કમિશનર કચેરીના ઉદઘાટન પહેલા ડોમ ધરાશાયી, ત્રણને ઇજા

Ahmedabad,તા.01  આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવાનું હોવાથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેડિયમાં ડોમ તૂટી પડતાં 3 મજૂરોને ઇજા પહોંચી છે. જેના લીધે કાર્યક્રમની તૈયારીઓમાં અડચણો ઉભી થઇ હતી. આ ઉદઘાટનની તૈયારી […]