South Korea માં ફરી વિમાનમાં આગ : પ્રવાસીઓ હેમખેમ : મોટી દુર્ઘટના ટળી

Share:

South Korea,તા.29
દક્ષિણ કોરિયામાં એક મહિનાની અંદર બીજી વખત વિમાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મંગળવારે દક્ષિણ કોરિયાના સ્થાનિક એરપોર્ટ પર એર બુસાનના વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફ્લાઇટ HL7763 હોંગકોંગ જવા માટે રવાના થવાની હતી. આ પછી, એરબસ A321 કેબિનની પાછળની સીટ પાસે આગ લાગી હતી. 

રાત્રે લગભગ 10 વાગ્યે, વિમાનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ પછી, 45 ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

વિમાનમાં સવાર તમામ 169 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગયા વર્ષે 29 ડિસેમ્બરે દક્ષિણ કોરિયામાં એક મોટો વિમાન અકસ્માત થયો હતો જેમાં લગભગ 179 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે, આકાશમાં એક પક્ષી વિમાનના એન્જિન સાથે અથડાયું હતું. આ પછી વિમાનનું લેન્ડિંગ ગિયર ફેલ થઈ ગયું અને લેન્ડિંગ કરતી વખતે આગ લાગી ગઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *