Shahid Kapoor and Vishal Bharadwaj ફરી સાથે કામ કરશે

Share:

આ પહેલા શાહીદ અને વિશાલ ભારદ્વાજ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે

Mumbai, તા.૧૬

શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. તેમાં તૃપ્તિ ડિમરી પણ મુખ્ય રોલમાં જોવા મળશે, જે શાહીદ સાથે પહેલી વખત કામ કરતી જોવા મળશે. શાહીદ પણ આ પ્રોજેક્ટ અંગે ખુબ ઉત્સુક છે.  શુક્રવારે શાહીદ કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું,“આ ફિલ્મ માટે ખૂબ ઉત્સુક છું, મારાથી આ ફિલ્મનું કામ શરૂ કરવાની રાહ નથી જોવાતી..વિશાલ ભારદ્વાજ, સાજિદ નડિયાદવાલા, તૃપ્તિ ડિમરી.” સાજિદ નડિયાદવાલાએ પણ ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું,“હું જિનિયસ ડિરેક્ટર અને મારા મિત્ર વિશાલ ભારદ્વાજ અને અદ્દભુત પાવરહાઉસ શાહીદ કપૂર સાથે જોડાઈને અતિ ઉત્સુક છું. સાથે જ એનજીઈ પરિવારમાં તૃપ્તિ ડિમરીને આવકારતા પણ અતિ આનંદીત છું.” આ પહેલા શાહીદ અને વિશાલ ભારદ્વાજ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. જે ઇન્ટેન્સ અને કોમ્પ્લેક્સ હોવા છતાં તેના ભરપુર વખાણ થયા છે. આ જાહેરાતથી આ જોડીના ફૅન્સ પણ ઉત્સાહમાં આવી ગયા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર શાહીદ અને સાજીદની પોસ્ટને વધાવી લીધી છે.  છેલ્લે શાહીદે ક્રિતિ સેનન સાથે ‘તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા’ ફિલ્મ કરી હતી, જેમાં તેણે એક રોબૉ સાયન્ટિસ્ટનો રોલ કર્યો હતો. આ ફિલ્મ પણ ઘણી સારી ચાલી હતી. જ્યારે તૃપ્તિએ છેલ્લે વિકી કૌશલ અને એમિ વિર્ક સાથે ‘બૅડ ન્યૂઝ’ ફિલ્મ કરી છે. હાલ તે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે ‘ભુલભુલૈયા ૩’માં કામ કરી રહી છે. આ ફિલ્મ ૧ નવેમ્બરે રિલીઝ થશે. એ ઉપરાંત તૃપ્તિની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પણ ટૂંક સમયમાં આવી રહી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *